ગોધરા નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો
21, માર્ચ 2021

ગોધરા

પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગણાતી ગોધરા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં બિનહરીફ તરીકે ચૂંટાઈ આવેલા સંજય સોની એ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે અકરમ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો જેને લઈ નગરજનો સમાજના અગ્રણીઓ રાજકારણીઓ તથા પાલિકા સ્ટાફે તેઓને અભિનંદન પાઠવ્યા હતા ગોધરા નગર પાલિકાની ચૂંટણી ભારે રસાકસી બન્યા બાદ તાજેતરમાં બિનહરીફ વિજેતા થયેલા સંજય સોની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અકરમ પટેલ ચૂંટાઈ આવ્યા હતા જેને લઈ પાલિકામાં ભાજપની ભૂંડી હાર થઈ હતી અપક્ષોએ ઓવૈસી ની પાર્ટી છૈંસ્ૈંસ્ સભ્યોના ટેકા થી પાલિકા કબ્જે કરી હતી જેને લઈ આજે શહેરના પ્રથમ નાગરિક તરીકે સંજય સોનીએ પાલિકામાં પ્રમુખ તરીકેનો ચાર્જ લીધો હતો જયારે ઉપપ્રમુખ તરીકે અકરમ પટેલે વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો ચાર્જ લેતાની સાથે જ સમાજના અગ્રણીઓ રાજકારણીઓ અને પાલિકાના સ્ટાફે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ને અભિનંદન પાઠવ્યા હતા સંજય સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રથમ શહેરની સફાઈ બાબતે પ્રાથમિકતા આપવામાં આવશે સાથે તમામે તમામ વોર્ડમાં વિકાસના કર્યો હાથ ધરવામાં આવશે રોડ રસ્તા અંગે પણ જરૂરી રસ દાખવવાની વાત કરી હતી ત્યારે હવે જઉં રહ્યું કે આ વાત માં તેઓ કેટલા સફળ નીવડે છે તેતો આગામી સમય જ બતાવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution