સોનાનો ભાવ વર્ષની સર્વોચ્ચ સપાટી 68 હજારે પહોચ્યો
27, જુન 2020

દિલ્હી,

કોરોના વાયરસના કારણે શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જાવા મળ્યા છે. તેવામાં લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. તેવામાં સોનું સૌથી ઉત્તમ વિકલ્પ બની રહ્યું છે. આ જ કારણે કોરોના મહામારીના સમયમાં પણ સોનાની ચમક હજુ પણ તેવી જ છે.  

આમ તો સોનાના ભાવમાં ચઢાવ-ઉતાર સામાન્ય બાબત છે. પરંતુ આજના સમયે સોનું ખરીદવું ફાયદાનો સોદો ગણવામાં આવશે. કેમ કે એક અંદાજ મુજબ આગામી 2 વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ તોલા 68000ને આંબી શકે છે. જે હાલ લગભગ 50 હજાર આસપાસ છે. રૂપિયામાં સુધાર વચ્ચે સોનાનો ભાવ હાલ પ્રતિ તોલા રૂ. 49,460 છે. જે ગુરૂવાર ૨૫ જૂનની સરખામણીએ 390 રૂપિયા જેટલા ઓછા છે. ગુરૂવારે વિદેશી મુદ્રા વિનિમય બજારમાં ભારતીય રૂપિયાએ શરૂઆતના નબળા પ્રદર્શન બાદ અંતમાં રૂપિયો 7 પૈસા મજબૂત થયો હતો અને પ્રતિ ડોલર 75.65 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જેથી આ આંશિક ઘટાડો જાવા મળ્યો છે.માર્કેટમાં સોનાની માગ ઘટતા હાલ વાયદાના ભાવમાં 48 રૂપિયાનો ઘટાડો જાવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટની ડિલિવરીનો સોનાનો ભાવ 14 રૂપિયા એટલે કે 0.03 ઘટીને 48120રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. એન્જલ બ્રોકિંગના અનુજ ગુપ્તાએ કહ્યું કે, સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આવતા સમયમાં પણ રહેશે. જિયોપોલિટિકલ ટેન્શન અને આઈએમએફ તરફથી થઈ રહેલી ઘોષણા આ ભાવને વધુ ઉપર લઈ જશે. તમને જણાવી દઈએ કે આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને લઈને દુનિયામાં ભયંકર મંદી આવી શકે છે. જેની રિકવરી ખૂબ જ ધીરે ધીરે થશે. આજકાલ લદ્દાખમાં ભારત અને ચીનની સેના આમને-સામને આવી ગઈ છે. કેટલાક દિવસ પહેલા બંને વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી જેમાં લગભગ 20ભારતીય જવાનો શહીદ થયા હતા. તેવામાં યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો પોતાનું રોકાણ સુરક્ષિત જગ્યાએ કરવા માગે છે. તેમની નજરે સોના કરતા વધુ સુરક્ષિત રોકાણ હાલ કોઈ નથી.

વધુમાં અનુજ ગુપ્તા કહે છે કે, સોનાની કિંમત આગામી એકથી બે મહિનામાં 50 હાજરથી ૫૧ હજારના સ્તરને પાર કરી શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસમાં કોમોડિટી અને કરન્સીના પ્રમુખ કિશોર નાર્ને કહ્યું કે આગામી 18-24 મહિનામાં સોનાની કિંમત 65000-68000 પ્રતિ તોલા થઈ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution