દિલ્હી-

ભારતમાં કોરોનાની બીજી લહેરે માઝા મૂકી છે.દેશની હાલત ખુબ ગંભીર જોવા મળી રહી છે.કોરોના સંક્રમણના કેસો વધતાં દેશની હાલત અતિ ભયંકર છે.ભારતમાં કોરોના સંક્રમણ કેસો વધતાં જાપાનના વડાપ્રધાને ભારતનો પ્રવાસ રદ કર્યો છે.

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોન્સને પણ ભારતની યાત્રા થોડા દિવસ પહેલાં મુલત્વી કરી દીધી હતી. દેશમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાના લીધે જાપાનના વડાપ્રધાન યોશીહિદ સુગાએ પણ તેમની ભારત મુલાકાત રદ કરી દીધી છે.જાપાનના વડાપ્રધાન સુગા ભારત અને ફિલિપાઇન્સની મુલાકાતે આવતાં સપ્તાહમાં આવવાના હતા પરતું ભારતમાં જે પ્રમાણે કોરોના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને ભારતનો પ્રવાસ કેન્શલ કરી દેવામાં આવ્યો છે.જાપાનના વડાપ્રધાન બન્યા બાદ સુગાની આ પહેલી ભારતીય યાત્રા હતી જે કોરોનાના લીધે રદ કરવામાં આવી છે.