ગાંધીનગર, ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂતો તેમજ છેવાડાના સામાન્ય માનવીને મળી રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જીએનએલયુ ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. એટલું જ નહીં, રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ લાભાર્થીના ઘર સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી આશીર્વાદ રૂપ નીવડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી ડ્રોનનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી વડાપ્રધાન દ્વારા ડ્રોનના નિયમોમાં સુધારા કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીએનએલયુ ગાંધીનગર ખાતે આજે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ‘સ્કૂલ ઓફ ડ્રોન’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન થકી ગુજરાત, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી-લાભાર્થી સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.

ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે તિરંગો લહેરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જાેડાઇને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ૧૦૦ ફૂટના ધ્વજદંડ પર ૩૦ઠ૨૦ નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.