લોકસત્તા ડેસ્ક

લાંબા, રેશમી અને કાળા વાળ ચોક્કસથી યુવતીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પરંતુ વાળનું સૌદર્ય પુરુષો માટે પણ મહત્વનું હોય છે. એટલા માટે જ તો ખરતા વાળ સ્ત્રી અને પુરુષ બંને માટે ચિંતાનું કારણ બને છે. વાળ ખરવાની શરુઆત થાય એટલે સૌથી પહેલા આપણે વિચારતા થઈએ કે આ સમસ્યાને જડમૂડથી દૂર કેવી રીતે કરવી. 

આ સમસ્યાનું નિરાકરણ કરતાં પહેલા કેટલીક આદતો બદલવી જરૂરી હોય છે. ખરતાં વાળની સમસ્યા હોય તો પહેલા તો નિયમિત વાળની સફાઈ કરવી, તેલ લગાવવું, પુરતા પ્રમાણમાં પાણી પીવું અને ઊંઘ કરવી ખૂબ જરૂરી હોય છે. પહેલા આ રીતે લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવા જેનાથી પણ તમારી સમસ્યા દૂર થવા લાગશે. આ સિવાય તમે આહારમાં ફળ, કઠોળ જેવી ખાદ્યસામગ્રીનું સેવન શરુ કરશો તો પણ તમને ફરક જણાશે. આ સિવાય ખરતા વાળને કેવી રીતે બંધ કરવા તેના ઉપાય નીચે દર્શાવ્યાનુસાર છે.

- લીમડાના તેલમાં કપૂર ભેળવી અને વાળમાં મસાજ કરો.

- મેથીના પાવડરને પાણીમાં પલાળી તેની પેસ્ટને વાળના મૂળમાં લગાવો.

- અરીઠાને રાત્રે પાણીમાં પલાળી સવારે તે પાણીથી વાળ ધોવાનું શરુ કરો.

- દહીંમાં લીંબુનો રસ ઉમેરી આ પેસ્ટથી વાળમાં મસાજ કરો.

આ સિવાય જ્યાં સુધી વાળ ભીના હોય ત્યાં સુધી તેમાં કાંસકો ફેરવવો જોઈએ નહીં. વાળ ખરવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ પણ હોય શકે છે તેથી શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહો.