દાહોદ, અષાઢી બીજ રથયાત્રાના રોજ દાહોદ શહેરના હનુમાન બજાર ખાતેના શ્રી રણછોડરાયજી મંદિરેથી નિયંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા આરતી તથા પહિંદવિધિ બાદ બરાબર નવના ટકોરે જય રણછોડ ના જય ઘોષ સાથે કર્યું તેમજ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જગતના નાથ જગન્નાથની ૧૪ મી રથયાત્રા દબદબા ભેર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આજરોજ અષાઢી બીજ સોમવારે દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલા શ્રી રણછોડરાય મંદિરેથી જગતના નાથ જગન્નાથની ૧૪ મી રથયાત્રા કર્ફ્‌યુ ભર્યા માહોલમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે જય રણછોડ નાખો સાથે નીકળી નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી અનાજ માર્કેટના ગેટ નંબર એક, બહારપુરા, પડાવ સરદાર ચોક પહોંચી હતી અને ત્યાંથી આગળ વધી નેતાજી બજાર થઈ શહેરના હાર્દ સમા ગાંધી ચોકમાં આવી હતી અને ત્યાંથી દોલત ગંજ બજાર ગૌશાળા થઈ સોનીવાડ ખાતેના રાધાકૃષ્ણ મંદિરે આવી હતી અને ત્યાં જગતના નાથ જગન્નાથજીએ પોતાના મોસાળમાં વિસામો લીધો હતો ૧૫ મિનિટના વિસામા બાદ જગન્નાથજી બહેન સુભદ્રાજી તથા ભાઇ બલરામજી બિરાજીત રથ નિર્ધારિત રૂટ પર આગળ વધી અનાજ માર્કેટના ગેટ નંબર બે આગળ થઈ ગોવિંદ નગરના આશીર્વાદ ચોક ફાયર સ્ટેશને આવ્યો હતો અને ત્યાંથી વળી જૂની કોર્ટ રોડ થઈ પુનઃ ગાંધી ચોક ખાતે આવી ત્યાંથી નેતાજી બજાર થઈ હનુમાન બજાર ખાતેના નિજ મંદિરે પરત આવ્યો હતો. જ્યાં પૂજા આરતી બાદ રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રાનું તેના રૂટ પર ઠેરઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથ સુભદ્રા તથા બલરામ બિરાજમાન રખના દર્શનનો નગરજનોનો લાભ લે તે માટે એક કલાક રથને શ્રી રણછોડરાયજી મંદિરના પટાંગણમા મુકવામાં આવ્યો હતો. કોરોના કાળ વચ્ચે પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે કર્ફ્‌યુ ના માહોલમાં ભગવાન જગન્નાથ એ ભક્તોના ઘેર-ઘેર જઇ દર્શન આપ્યા હતા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં રથયાત્રાના આયોજક મંડળ એ શાંતિપ્રિય નગરજનો તેમજ પોલીસ તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

ઝાલોદ નગરમાં રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી

રથયાત્રા ઉત્સવ સમિતિ અને પોલીસ તંત્ર ના સુમેળ ભર્યા આયોજન ને કારણે ઝાલોદ નગરમાં ચોથા વર્ષ ની રથયાત્રા સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે નીકળી હતી. સવારે ૯-૦૦ કલાકે રણછોડરાયજી મંદિર મુવાડા ખાતે થી શરુ થઈને નિર્ધારિત રૂટ પર નીકળી ને ભક્તજનો ને દૂરથી જ દર્શન આપી ને કોરોના કાળની મર્યાદા ઓના પાલન સાથે મર્યાદિત સમય મા નગર ચર્યા પૂર્ણ કરી નિજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રા સમિતિ ના સભ્યો અને યુવાનો ની સાથે સાથે નગરજનો એ પણ સરકારી નિયમોનું પાલન કરી રથયાત્રા સમય દરમ્યાન જનતા કર્ફ્‌યુ નું પાલન કરી સહયોગ આપ્યો હતો. સોમવાર નો હાટ હોવાને કારણે બપોરના ૧૨ વાગ્યાં પછી સંપૂર્ણ નગર મા દુકાનો ખુલી જતાં વેપારધંધા શરુ થઇ ગયા હતા. સંપૂર્ણ રથયાત્રા નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થતાં સૌ કોઈ એ ‘જય જગન્નાથ ‘ના જયકારા થી ઝાલોદ ને ભક્તોએ ગુંજવી દીધું હતું તો. વરસાદ પણ અમીછાટના કરી ભીજવી દીધું હતું.