વડોદરા, તા.૧૪

શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજની નીચે બંઘારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં આવતી હોઈ જેતે વખતે તેને ખસેડવાની વાતને લઈને વિવાદ થયો હતો.જાેકે, પાલિકા દ્વારા આજ વિસ્તારમાં સામેની જગ્યામાં આઈલેન્ડ બનાવીને ડો.બાબાસાહેબની પ્રતિમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ ત્રણ વર્ષ પૂર્વે લેવાયેલો આ પ્રોજેક્ટ બ્રિજના નિર્માણ બાદ અભરાઈ પર ચઢી ગયો છે.અને નવી બનાવાયેલી ડો.બાબાસાહેબની પ્રતિમાં ગાર્ડન વિભાગના સ્ટોરમાં પડી રહી છે.

વડોદરા શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજની નીચે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં આવતી હોઈ જે તે સમયે વિવાદ થયોહતો.જાેકે ત્રણ વર્ષ પૂર્વે તત્કાલીન ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ દ્વારા જીઈબી ઓફીસ ની સામે એટલે કે ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે ની જગ્યામાં એક ગાર્ડન જેવું આઈલેન્ડ બનાવી ત્યાં આ સ્ટેચ્યુ મુકવાનું આયોજન કરાયુ હતુ અને આ સ્ટેચ્યુ નો ખર્યે ઓએનજીસી દ્વારા સીએસઆરમાંથી આપવાનું હતુ. ઉપરાંત હાલમાં જે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે તેને કલ્યાણ નગર ખાતે બનનાર સંક્લ્પભૂમી સંલગ્ન ડો.આંબેડકના મ્યુઝિયમ ખાતે રાખવાની હતી. તે વખતે આ વાતને લઈને એવો વિવાદ સર્જાયો હતો કે, પુલની નીચે ડો.આંબેડકરજીની પ્રતિમા ના રખાય પરંતુ હવે પણ પુલ બન્યા પછી એ વિષય બંધ થઈ ગયો છયે અને જ્યાં ડો.બાબાસાહેબની પ્રતિમાં સ્થાપિત કરવા આઈલેન્ડ બનાવવાનું હતું ત્યાં હાઇકોર્ટના હુકમથી કેબીન માલિકોને તે જગ્યા આપવી પડી છે અને હાલ કેબીનો બની ગઈ છે એટલે હવે ત્યાં ગાર્ડન જેવું બની શકે કે તેમ નથી એટલે સુચીત આઈલેન્ડ પર પ્રસ્થાપિત કરવા બનાવાયેલી મૂર્તિ ગાર્ડન શાખાના સ્ટોરમાં મુકવામાં આવી છે. ઓએનજીસી સીએસઆરમાંથી કોઈ પણ આપ્યું નથી આનો ખર્ચ કોર્પોરેશન એ ભોગવેલો છે હવે આ મૂર્તિ ક્યાં મૂકવી તેનો કોઈ ર્નિણય લેવાયો નથી અને સમગ્ર વિષય અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો છે.