લુણાવાડા, ગુજરાત સરકાર દ્વારા ભૂમાફિયા ઉપર કમર કસવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના કેટલાક ઠેકાણે આ નિયમોની અમલવારી શરૂ થઇ ગયેલ છે તેમાં મહિસાગર જિલ્લાના નામ મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા નોટિસ બજાવવામાં અગ્રેસર છે લુણાવાડા નગરના જનતા અને કોર્પોરેટરોને લુણાવાડા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં તો આવે છે પરંતુ મગરમચ્છ ની જેમ બોલવાનું અને સત્તાના રૂટ ઉપર નોટિસનો અનાદર કરે છે લુણાવાડા નગરપાલિકા દ્વારા મે માસમાં તથા ડિસેમ્બર માસમાં એમ જુદી જુદી રીતે બેથી ત્રણ નોટિસો આપવામાં આવી હતી તેવી જ રીતે નઈમ શબ્બીર બકરાવાલા તથા મુસ્તાક શબ્બીર બકરાવાલા ને નગરપાલિકા દ્વારા તિરગર વાસ પાસે રેવન્યુ સર્વે નંબર ૧૨ પૈકી બિનખેતીની રહેણાંક ઉપયોગી ખુલ્લી જમીનમાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર રસ્તાની દક્ષિણ દિશાએ વાણિજ્ય પ્રકારનું બાંધકામ કરી ચાર જેટલી દુકાનો બનાવેલ હતી તેઓને પણ મે માસમાં નગરપાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી.