દિલ્હી-

કડકડતી ઠંડીમાં લોકો વહેલા જમીને સૂઈ જાય છે. લોકો સામાન્ય રીતે રાત્રે ૧૧ વાગ્યે સૂઈ જાય છે. આવી સ્થિતિમાં જાે ભૂકંપ નો જાેરદાર ઝાટકો આવે તો જાનમાલનું નુકસાન થઇ શકે છે. દિલ્હી એનસીઆર માં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો એટલો તીવ્ર હતો કે લોકોને ભયનો અનુભવ થયો અને લોકો રસ્તા પર દોડી આવ્યા. માત્ર દિલ્હીમાં જ નહીં (ધરતીકંપ દિલ્હી એનસીઆરમાં) પણ આ આંચકાનો અનુભવ નોઇડા અને ગાઝિયાબાદમાં પણ થયો. છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાન અને મણિપુર માં પણ ભૂકંપ આવ્યો હતો. લગભગ રાત્રે ૧૧.૪૬ મિનિટ પર દિલ્હી એનસીઆરમાં આંચકા અનુભવાયા હતા. લોકોને ઝાટકાનો અનુભવ થયો અને લોકો ઘરની બહાર નીકળી ગયા.

પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા ૪.૨ હોવાનું જણાવાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુરુગ્રામથી દક્ષિણ-પશ્ચિમમાં ૪૮ કિલોમીટરનું હોવાનું કહેવાય છે. શનિવારે ૨ ડિસેમ્બરે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં નજીવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજસ્થાનના સીકર જિલ્લામાં ગુરુવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા ૩.૦ રેક્ટર સ્કેલ પર માપવામાં આવી છે. આ સંદર્ભે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રએ પણ તેની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપનો લેટિટ્યૂટ ઉત્તર બાજુ એ ૨૭.૪૦ અને લોગિટ્યૂટ પૂર્વ દિશામાં ૭૫.૪૩ માપવામાં આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ગુરુવારે રાત્રે મોઇરાંગમાં મણિપુરની નજીક ૩.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. એજન્સીના મતે ભૂકંપનું કેન્દ્ર મોઇરંગ, મણિપુરથી ૩૮ કિમી દક્ષિણમાં હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ઃ૦૩ વાગ્યે સપાટીથી ૩૬ કિ.મી.ની નીચે આવ્યો હતો. ભૂકંપના મામલામાં દિલ્હી ખૂબ જ સંવેદનશીલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારને ઝોન-૪ માં મૂક્યું છે. અહીં ૭.૯ સુધીનો ભૂકંપ આવી શકે છે.