રેલીમાં ૧૫૦૦૦ના બદલે માંડ ૫૦૦ બાઈક સવારો હાજર રહ્યા
07, એપ્રીલ 2022

ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટી-ભાજપના ૪૨માં સ્થાપના દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા’ અંતર્ગત એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઈક રેલીમાં ૧૫૦૦૦ બાઈક સવાર ભાગ લેશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ આ રેલી માટે અંદાજે ૫૦૦ જેટલા બાઇક સવારો માંડ હાજર રહ્યા તેમને પણ રાષ્ટ્રીય યુવા નેતાની ઉપસ્થિતિની આબરૂ સાચવવા માટે મહામહેનતે કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખમાં ભારે નારાજગી જાેવા મળી હતી. હતા. જેના કારણે આ બાઈક રેલીનો ફિયાસ્કો થયો હતો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ૪૨ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા નિકોલ ખાતે એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઈક રેલીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા દ્વારા હ્વટ્ઠટ્ઠૈા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યુવા ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ રેલીમાં ૧૫૦૦૦ જેટલા બાઇક સવારો જાેડાશે. પરંતુ આજની રેલીમાં ૧૫૦૦૦ તો શું ૧૫૦૦ બાઇક સવારો ઉપસ્થિત રહ્યા ન હતા. માંડ માંડ કરીને ૫૦૦ જેટલા બાઇક સવારો ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે આ કાર્યક્રમને લગભગ બે કલાક જેટલો મોડો શરૂ કરાયો હતો. જેના કારણે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રાહ જાેવી પડી હતી. જ્યારે મહાનુભાવો બોલવા ઊભા થયા ત્યારે હાજર રહેલા બાઈક સવારો ગરમીથી ત્રસ્ત થઈને કાર્યક્રમ છોડીને ચાલતા થયા હતા. પરંતુ કાર્યકરો દ્વારા રાષ્ટ્રીય યુવા નેતાની આબરૂ સાચવવા માટે આ બાઇક સવારોને આજીજી કરીને અટકાવવા પડ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution