દિલ્હી-

એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ અપાવનારી જોઇન્ટ એન્ટ્રેસ એગ્ઝામિનેશન 2021 સેશન 4 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી આ રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવાર પોતાનું રિઝલ્ટ JEE main એડમિટ કાર્ડ પર મેન્શનલ રૉલ નંબર અને અન્ય ડિટેલ્સ નોંધાવીને ચેક કરી શકશે. JEE Mainનું આયોજન બીઈ, બીટેક અને બીઆરસી કૉર્સેસમાં એડમિશન લેવા માટે કરવામાં આવે છે. ઉમેદવારો ધ્યાન આપે કે JEE Main પરિણામો 2021ની સાથે NTA ઑલ ઇન્ડિયા રેન્ક અને કટ-ઑફ માર્ક્સ પણ જાહેર કરશે. આ વર્ષે JEE Main પરીક્ષા 2021 4 સેશનમાં થઈ હતી. પરીક્ષાનું ચોથું સેશન એક સપ્ટેમ્બરના સંપન્ન થઈ હતી. JEE Main ત્રીજા સત્ર 2021ની પરીક્ષા જુલાઈ થઈ હતી અને પહેલા આયોજિત તમામ ત્રણ સત્રોમાં ત્રીજા સત્રમાં સૌથી વધારે 100 પર્સન્ટાઇઝ મેળવ્યા હતા. ત્રીજા સેશનમાં 17 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂર્ણ 100 ટકા પ્રાપ્ત કર્યા હતા. તો માર્ચમાં આયોજિત JEE Main સેશન 2માં 13 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. JEE Main 2021નું પહેલું સેશન ફેબ્રુઆરીમાં થયું હતું અને 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા.