યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે તા.૧૩ થી ૧૮ડિસેમ્બર બંધ રહેશે
03, ડિસેમ્બર 2021

હાલોલ, તા.૨

યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપ-વે સેવા તારીખ ૧૩થી ૧૮ડિસેમ્બર બંધ રહેનાર છે. રોપ-વે ની મેઇન્ટેનન્સ કામગીરીની કારણે ૬દિવસ સુધી અહીં આવતા દર્શનાર્થીઓને પગપાળા માતાજીના દર્શન કરવા માટે જવું પડશે.પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થાનિક રાજ્ય સહિત અન્ય રાજ્યમાંથી પણ ઘણા બધા માઇભકતો ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવતા હોય છે. માતાજીના દર્શન કરવા આવતા મોટાભાગના ભક્તો ઉષા બ્રેકો લીમીટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે )સેવા દ્વારા જવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે તારીખ ૧૩થી ૧૮ ડિસેમ્બર દરમિયાન મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ દિવસોમાં રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેનાર છે.જ્યારે ઉડન ખટોલા આ ૬ દિવસોમાં બંધ રહેતા અહી દર્શનાર્થે આવતા માઇ ભક્તોને પગથિયાં ચઢી ને માતાજી ના દર્શન કરવા જવું પડશે તો નવાઈ નહી.ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા પાવાગઢ દર્શનાર્થે આવતા માઈભક્તોને હિલ સ્ટેશન જેવો માહોલ હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો. હાલ બદલાયેલા વાતાવરણને લઇ ને ડુંગર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા અનેક પ્રવાસીઓ પાવાગઢ ખાતે શુક્ર શનિ અને રવિવાર ના દિવસમાં મોટી સંખ્યામાં ઉમટી શકે તેવી શક્યતા હાલ જાેવા મળી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution