ખાનગી-સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા RTI કરાશે 
24, જુલાઈ 2020

ગાંધીનગર-

ગુજરાતની પ્રાઈવેટ સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે વિવાદ શરૂ થયો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીઓના નામે સરકારની ઓનલાઈન શિક્ષણનીતિ સામે શિક્ષિત ભાષામાં પત્ર લખી ધમકી આપી છે. જેમાં જણાવ્યું છેકે, સરકાર અને સંચાલકો વચ્ચે જાે કોઇ નિર્ણય ન આવે તો આવનારી પુરક પરીક્ષામાં સંચાલકો પોતાની સ્કૂલ પરીક્ષા માટે ફાળવશે કે નહીં તેની વાલીઓમાં મૂંઝવણ હોવાનું ઉપરાંત સ્વનિર્ભર શાળા મંડળે ધો.10-12ના તાજેતરના પરિણામમાં ખાનગી શાળા અને સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા માટે આરટીઆઈ કરવાની અને જરૂર પડ્યે કોર્ટનો સહારો લેવાની વાત કરી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતની બેઠક મળી હતી, જેમાં થયેલી ચર્ચા અંગે મહામંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુ અને સંયોજક અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાણે ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવાનું નિશ્ચિત કર્યું હોય એ રીતે સમગ્ર ગુજરાતની 16 હજાર જેટલી શાળાઓના 15 લાખ કરતા વધુ કર્મચારીઓના રોજગારી અને 50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવાને લઇને પ્રશ્ન ઉભો કર્યો છે. ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો તઘલખી નિર્ણય કર્યો છે.

ગુજરાતના સ્વનિર્ભર શાળાના શિક્ષણમાં વિશ્વાસ ધરાવતા લાખો વિદ્યાર્થીઓ, વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ઓનલાઈન શિક્ષણ આપવાનો તુક્કો લગાવ્યો છે. સંચાલકોએ સવાલ ઉઠાવ્યો છેકે, સ્વનિર્ભર શાળાઓ જ્યારે ઓનલાઈન શિક્ષણ આપતી હતી, ત્યારે કેટલા પ્રાઈવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ડીડી ગિરનાર કે હોમ લર્િંનગમાં ભણતા હતા? તો કેટલા વિદ્યાર્થીઓ આ વ્યવસ્થા સ્વીકારશે? 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution