જમીન પર ટેક્સ બાબતે આ નિયમને કોર્ટમાં પડકારવામાં આવ્યો
10, માર્ચ 2021

અમદાવાદ-

જમીનની વાસ્તવિક કિંમતની જગ્યાએ તેની અંદાજિત કિંમત પર ટેક્સ વસૂલવાના સેન્ટ્રલ ટેક્સ નોટિફિકેશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કોર્ટે જી.એસ.ટી. કાઉન્સિલ અને સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. ગાંધીનગરના એક અરજદારે હાઇકોર્ટમાં પિટિશન દ્વારા રજૂઆત કરી છે કે તેણે ગાંધીનગરમાં એક જમીન ખરીદી છે. આ જમીન લેન્ડ ડેવલપર પાસેથી ખરીદવામાં આવી છે.

જેથી પહેલાં આ જમીનને ખરીદી તે જ ડેવલપર દ્વારા અહીં બંગલોનું બાંધકામ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટે તેને બિલ્ડર સાથે કરાર કર્યા છે. થોડાં સમય પહેલાં બિલ્ડરે તેને રૃપિયા ૪૩ લાખની ઇનવોઇસ આપી છે. આ રકમ ટેક્સ માટે ચૂકવવાની હોવાનું ડેવલપર કહી રહ્યા છે. સેન્ટ્રલ ટેક્સના ૨૮ જૂન, ૨૦૧૭ના પરિપત્ર પ્રમાણે જમીનની અંદાજિત કિંમત પર આ ટેક્સ ભરવાનો રહે છે.

અરજદારની રજૂઆત છે કે આ સમગ્ર પ્રોજેક્ટ અત્યારે આકાર લઇ રહ્યો છે. જેની વાસ્તવિક કિંમત કરતા અદાજિત કિંમત ત્રણ ગણી આંકવામાં આવી છે અને અંદાજિત કિંમત પર ટેક્સ ચૂકવવાનો આદેશ કરાઇ રહ્યો છે. જેથી સરકારનો આ પરિપત્ર રદ થવો જાેઇએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution