અમદાવાદ

શહેરમાં કોરોના મહામારી ચાલી રહી છે દિવસેને દિવસે કોરોનાના કેશ વધી રહ્યા છે. બીજી બાજુ જેલમાં રહેલા આરોપીઓને પણ કોરોના થતા સારવાર માટે હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટરોમાં લાવવામાં આવે છે. દરમિયાન અમદાવાદ અને ગાંઘીનગરમાં ૪ હત્યા કરનાર સીરીયલ કીલરને કોરોના થતા સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં લાવ્યા હતા. જાે કે તે પોલીસની નજર ચૂકવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે પોલીસે સુચકતા વાપરીને સીરીયલ કીલરને ઝડપી લીધો હતો. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ પણ નોંધાવી હતી.

ઓઢવ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એમ.આર.ઝાલા હાલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવેલ સમરસ હોસ્ટેલ ત્યાં તેમના સ્ટાફ સાથે ૨૬ આરોપીઓ જાપતા હેઠળના કેદીઓને રાખવામાં આવ્યા હોવાથી તેમની દેખરેખ રાખવાની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન આરોપી સુફીને ઓક્સિજન લેવલની સમસ્યા થતા ત્રીજા માળે ડોક્ટર તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. જેથી તેને ત્રીજા માળે રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ પોલીસ હેડક્વોર્ટરમાં જાણ કરી વધુ સ્ટાફની માંગણી કરી હતી. પરંતુ મોડી રાત હોવાથી સવારે વધુ સ્ટાફ મળે તેમ જણાવવામાં આવ્યુ હતુ. જેથી સ્ટાફના કેટલાક જવાનો સૂફીની વોચમાં હતા. દરમિયાન મોડી રાત્રે રૂમ નંબર ૭૦૨ માંથી જાેરથી અવાજ આવ્યો હોવાથી પોલીસે સુચકતા વાપરીને ત્યાં જઈને જાેયુ તો સીરીયલ કીલર મદન ઉર્ફે વિશાલ નાયક બારીની જાળી સળિયા ઉંચા કરી ભાગવાની કોશિશ કરતો હતો. જેથી પોલીસે તેને તાત્કાલિક પકડીને બીજા રૂમમાં તબદીલ કરી દીધો હતો. તથા તેની સાથે રહેતા આરોપી હનુમાનસિંહને પણ બીજા રૂમમાં તબદીલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએસઆઈ એમઆરઝાલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી મદનના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.