દાહોદ

દાહોદમાં રવિવારે બજાર બંધ રાખવાના ફરમાન બાદ પણ દુકાનો ખુલ્લી રહેતા લોકોની ભીડ ઉમટી, પ્રશાસનના બેવડાં ધોરણને લઈ લોકો ઉઠાવી રહ્યા છે સવાલ દાહોદ જિલ્લામાં ફરીથી કોરોના વકરી રહ્યો છે.જેથી કલેક્ટરે હોળીના મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.તેવી જ રીતે રવિવારે ફરજીયાત બજાર બંધ રાખવા ફરમાન કર્યુ છે તેમ છતાં આ દિવસે સવારે દાહોદના સ્ટેશન રોડ પર કેટલીક દુકાનો ખુલી જતાં લોકોની ભીડ જામી હતી.જે જાેખમી સાબિત થઇ શકે છે ત્યારે રવિવારે બજાર બંધ રાખવા મામલે મિશ્ર પ્રત્યાઘાતો સાંભળવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લામાં બે જ દિવસમાં કોરોનાના ૩૩ નવા કેસ નોંધાયા છે અને તેમાં વધારો પણ થઇ શકે છે.ખાનગી રીતે કરાવાતાં રિપોર્ટમાં કોરોના પોઝીટીવ વધારે હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે ફરીથી ગત વર્ષ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યુ છે.જેથી ચુંટણીઓ ટાંણે મજબુર થઇ ગયેલું તંત્ર હવે ફરીથી કોરોનાને રોકવા કડકાઇ કરી રહ્યુ છે.તેના ભાગ રુપે ચુંટણીમાં રેલીઓ અને જાહેર સભાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અડીખમ રહેલા તંત્રએ હવે મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. કોરોના ચુંટણીમાં નથી ફેલાતો તેવી રમુજી કરાવતી વિડીઓ અને ટીકાઓ એક દ્રષ્ટિએ સાચી લાગી રહી છે.