અમદાવાદ-

કચ્છમાં મીઠા ઉદ્યોગ માટે સરકારી જમીન ભાડાપટ્ટાથી અપાવવા તેમજ નર્મદા નદીમાંથી રેતીની લીઝ અપાવવાના બહાને નિવૃત આઈપીએસ અધિકારીના પુત્રએ સુરતના એક બિલ્ડરને ૪૦ લાખનો ચુનો ચોપડતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

આ અંગેની વિગતો મુજબ સુરત શહેરના સરથાણા ચોકડી પાસે ગોકુલમ આર્કેડમાં ઓફિસ ધરાવતા બિલ્ડર ગોપાલભાઈ વ્રજલાલ રાદડીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને નમર્દા નદીમાંથી રેતીની લીઝ અને કચ્છમાં મીઠાના ઉત્પાદનના ધંધા માટે સરકારી જમીન ભાડાપટ્ટી અપાવાને બહાને નિવૃત્ત આઈપીઍસના પુત્ર નિરવ બાવકુભાઈ જેબલીયાઍ રૂપિયા ૪૦ લાખ પડાવી છેતરપિંડી કરતા ભારે ચકચાર મચી છે.ફરિયાદી ગોપાલભાઈ જમીન મકાન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધંધાકિય કામકાજ માટે અવાર નવાર ગાંધીનગર સચિવાલયમાં મહેસુલ સહિતની અન્ય સરકારી કચેરીઓમાં જવાનું થાય છે. સન ૨૦૧૯માં રેતીની લીઝના કામ માટે ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ગયા હતા, તે વખતે તેમની મુલાકાત જમીન લે વેચનું કામકાજ કરતા મુકેશ માધવજી બોધરા સાથેે થઈ હતી. મુકેશે તેમની ઓળખ નિરવ બાવકુ જેબલીયા સાથે કરાવી હતી. અને તે નિવૃત્ત આઈપીઍસ અધિકારીના પુત્ર છે તેવું જણાવ્યું હતું. સુરતથી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના જમીન લે વેચ આ બાંધકામને ધંધા સાથે સંકળાયેલ ગોપાલ રાદડિયા સાથે એક પૂર્વ આઈપીએસ અધિકારી નાના દીકરાએ ૪૦ લાખની ઠગાઈ કરી છે. સુરતમાં નિવૃત આઈપીએસના પુત્ર સામે રૂ.40 લાખની ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત આઇપીએસ બાવકુ જેબલિયાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણાના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમબ્રાન્ચમાં દાખલ કરવામાં આવી ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આઈપીએસના પુત્ર નિરવે રેતી લિઝ અને મીઠા ઉત્પાદનનો પરવાનો આપવાની લાલચે ઠગાઈ કરી છે. ભુજમાં મીઠા ઉત્પાદનની પરવાનગી અપાવવા લાલચ આપી હતી. નર્મદા નદીમાં રેતીની લિઝ અપાવવા પૈસા પડાવ્યા હતા. ગાંધીનગરમાં અધિકારીઓ અને સચિવો સાથે ઓળખાણ હોવાનું કહી રૂ.40 લાખ પડાવ્યા હતા.