વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તખ્તો તૈયાર, જાણો વિગતવાર
19, નવેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની ટીમનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સંગઠનમાં મહામંત્રી પદે ભીખુભાઇ દલસાણિયા યથાવત રહેશે. ઉતર ઝોનમા શંકર ચૌધરી, રજની પટેલના નામની અટકળો લગાવાઈ રહી છે. સૌરાષ્ટ્ર ઝોનમા મહામંત્રી પદમાં ગોરધન ઝડફિયાના નામની ચર્ચા થઈ રહી છે. સૌરાષ્ટ્ર ઝોનમા મહામંત્રી પદમાં ધનસુખ ભંડેરીના નામની ચર્ચા થઈ રહી છે. દક્ષિણ ઝોનમા મહામંત્રી પદે પ્રફુલ્લ પાનસેરીયાને સ્થાન મળી શકે છે. જ્યારે મધ્ય ઝોનમાં મહામંત્રી પદે પ્રદીપસિંહ વાઘેલાનું નામ ચર્ચાઈ રહ્યું છે. 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. 

ગુજરાતમાં ભાજપ પ્રદેશ માળખા અંગે વારંવારની ચર્ચા બાદ આખરે અમુક પદ જાહેર કરાયા હતા પરંતુ પ્રમુખ પદ બાકી હતા જેમાં C R patil 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તખ્તો તૈયાર કરી દીધો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution