દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સમગ્ર દેશમાં દરેક રાજ્ય બોર્ડોના મૂલ્યાંકન માટે એક સમાન યોજના ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી કરતા આવોઆદેશ પસાર કરવાનો ઈનકાર કર્યો છે. આ સાથે જ રાજ્યોને એ આદેશ આપ્યો છે કે, તેઓ 10 દિવસની અંદર મૂલ્યાંકન કરીને 31 જુલાઈ પહેલા પરિણામ જાહેર કરે. જેવી રીતે CBSE અને ICSE માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની વાત માનતા ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અનેક રાજ્યોએ પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. આંધ્રપ્રદેશ સરકારે બુધવારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, તેઓ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સફળતાપૂર્વક કરાવી લેશે.

કારણ કે, રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે અન્ય કોઈ વિશ્વાસપાત્ર વિકલ્પ નથી. રાજ્ય સરકારે કહ્યું હતું કે, તેઓ સંભવિત રીતે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા કરાવશે અને આ સંબંધમાં પરીક્ષાનો કાર્યક્રમ ઝડપથી જાહેર કરશે. રાજ્યના સ્થાયી વકીલ મહફૂઝ એ નાઝકીના માધ્યમથી દાખલ એફિડેવિડમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં દરેક રાજ્ય બોર્ડોને મૂલ્યાંકન માટે એક સમાન યોજના ન હોઈ શકે. ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર સુનિવાણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, રાજ્ય 10 દિવસની અંદર મૂલ્યાંકન કરીને 31 જુલાઈ પહેલા પરિણામ જાહેર કરે. આંધ્રપ્રદેશ સરકારના જુલાઈમાં પરીક્ષા કરાવવાના નિર્ણય પર કોર્ટે કહ્યું, વિદ્યાર્થીઓના જીવનની સાથે જ છેડછાડ કરી શકીએ છીએ?