અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટમાં રાઇટ ટુ પ્રાઈવસિને લઈને સુનાવણી થઈ હતી. જેમાં આજે અરજદાર અને રાજયસરકાર સામે સામે તર્ક વિતર્ક કરવામાં આવ્યા હતા. જેમાં આજે અરજદારે હાઇકોર્ટેમાં કહ્યું હતું કે માણસ ઘરમાં બેસી ને શું ખાશે અને શું પીશે તેના પર રોક લગાવાનો અધકાર રાજ્ય સરકારનો નથી. જો કોઈ વ્યક્તિ અન્ય રાજ્યમાંથી દારૂ પીને આવે તો કેમ સરકાર રોકે છે. સરકારને રોકવાનો અધિકાર નથી. સરકારને કેમ ખબર પડે કે આ વ્યક્તિ એ કેટલા સમય પહેલા દારૂ પીધો હશે. અને માણસ કેટલા સમય સુધી નશામાં રહે તે પણ જાણી શકાય નહીં. દારૂબંધી ની સરકાર પાસે કોઈ સ્પસ્ટ વ્યાખ્યા જ નથી એક જ વ્યાખ્યાના અલગ અલગ પાસા પર સરકાર કામ કરે છે તેવું પણ અરજદારે કહ્યું હતું.

હાઇકોર્ટ એ અરજદારને પૂછ્યું હતું કે દારૂબંધીનો કાયદો કેમ અમલમાં લાવવામાં આવ્યો. ત્યારે એડવોકેટ જનરલ એ હાઇકોર્ટને કહ્યું હતું કે દરેકના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવામાં આવ્યો છે. તો અરજદારે કહ્યું હતું કે આ કાયદો કેમ અમલમાં લેવામા આવ્યો છે તે પણ હજુ સુધી સપ્સ્ટ નથી થયું. વધુમાં અરજદારે કહ્યું હતું કે જે પણ બહારના રાજ્યમાં દારૂબંધી નથી અને ત્યાં થી દારૂ પીને આવે છે અને તેઓ ડ્રાઇવિંગ પણ કરતાં નથી છતાં પણ તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. અરજદારે બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને લઈને પણ વાત કરી હતી. અને કહ્યું હતું કે મહાત્મા ગાંધી પૂરે પૂરો પ્રતીબંધ ઇચ્છતા હતા અને એ વખતે મોરારજી દેસાઇ બોમ્બેના સી એમ હતા જેથી આ બની શક્યું હોય પરંતુ સ્થાનિક વિધાનસભામાં એટલી ક્ષમતા નથી કે આ પ્રતિબંધ મૂકી શકે.

ત્યારે એડવોકેટ જનરલ એ અરજદારને જવાબ આપ્યો હતો કે જાહેરહિતના આરોગ્ય અને નશીલા દારૂના સેવન ની પ્રવુતિઓને અટકાવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે અરજદારે એડવોકેટ જનરલ અને હાઇકોર્ટને કહ્યું હતું કે મે તો દારૂબંધીનો બંધારણીય ઇતિહાસ નથી જોયો . હા મે આ મુદે બંધારણમાં ચર્ચાઓ જરૂર થી વાંચી છે. આ મુદ્દે નિર્ણય લેવાનું કોર્ટે રાજ્યો પર છોડ્યું છે. પરંતુ મેડિકલ માટે નહીં ફક્ત નશીલા દારૂ પર જ પ્રતિબંધ મૂકી શકે. જોકે હાલમાં 66 હજાર લોકો પાસે જ પરમિટ છે જેમાં 21 હજાર લોકો પાસે હેલ્થ પરમિટ છે. દારૂબંધી ને હળવી કરવા માટે 5 અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય: રાજ્ય સરકાર

ગુજરાત હાઇકોર્ટમાં આજે દારૂબંધી ને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારે આજે હાઇકોર્ટમાં કહ્યું હતું કે કોણ શું ખાશે અને શું પીશે તેના પર રોક લગાવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે નથી. એડવોકેટ જનરલ એ કહ્યું હતું કે રાજયમાં દારૂ પર રોક હોવાથી બહારના રાજ્યમાંથી દારૂપીને આવતા લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે. અરજદાર જે પણ રજૂઆતો કરી રહ્યા છે તે તમામ અયોગ્ય છે. અને આ અરજી પણ અયોગ્ય કરવામાં આવી છે. આવી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે નહીં.