ચેન્નઈ-઼

એક તરફ દેશભરમાં પેટ્રોલની કિંમત આસમાને છે. ત્યારે તમિલનાડુ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે, તેમણે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને પેટ્રોલની કિંમત 3 રૂપિયા ઘટાડી દીધી છે. આ જાહેરાત નાણા પ્રધાન પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને વિધાનસભામાં કરી હતી. તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકારે પેટ્રોલની કિંમતમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આ રીતે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે. જોકે, તેના કારણે સરકારને ટેક્સના 1160 કરોડ રૂપિયાનું નુક્સાન ભોગવવું પડશે. પેટ્રોલ પર લાગતો ટેક્સ મે 2014માં 10.39 ટકા પ્રતિ લીટર હતો. જે હાલમાં વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.