ગાંધીનગર-

મુખ્યમંત્રી રૂપાણીની સૂચના અન્વયે રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટ માં માસ્ક નહીં પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરવામાં આવશે.મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક ન પહેરવા બદલનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. આ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક ન પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે