02, ઓગ્સ્ટ 2021
ગાંધીનગર-
કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ દરમિયાન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારે હવે સ્ક્રેપ પોલીસીના નીતિ નિયમો નક્કી થઈ ગયા છે અને કેન્દ્ર પરિવહન પ્રધાન નીતિન ગડકરી ગુજરાત આવીને કેન્દ્રીય સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરશે, મળતી માહિતી પ્રમાણે 13 ઓગસ્ટના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી આવી રહેલી સ્ક્રેપ પોલીસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાના નિયમો કરાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલીસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના રસ્તા પર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરી રહ્યા છે કે, જેનું રજીસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે પણ થયું હોય તેવા વાહનો પણ હજુ કાર્યરત છે, ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી પણ સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ દરમિયાન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારે કેન્દ્ર પરિવહન પ્રધાન નીતિન ગડકરી ગુજરાત આવીને કેન્દ્રીય સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 13 ઓગસ્ટના રોજ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે.