ગુજરાતના આ શહેરના સ્ટેશનનો 1285 કરોડના ખર્ચે વિકાસ કરી આંતરરાષ્ટ્રીય સુવિધા ઉભી કરાશે
16, સપ્ટેમ્બર 2021

સુરત-

સુરતના ઉધના અને રાજસ્થાનના ઉદયપુર રેલ્વે સ્ટેશનોના રીડેવલપમેન્ટ માટે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ દ્વારા વર્ચ્યુઅલ પ્રિ બીડ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુસાફરોને વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને રેલોપોલીસ માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં 14 ડેવલપર્સ અને કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.સુરત ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેની તારીખ 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ પ્રિ બીડ બેઠક ને મળેલા પ્રતિસાદથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રિ બીડમાં જાણીતા ડેવલપર્સ પણ જોડાયા હતા. રેલવે દ્વારા સુરત અને ઉધના એમ બંને રેલવે સ્ટેશનના ડેલવપમેન્ટને લઈને તૈયારી બતાવવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહે તેવા આયોજનથી આખું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. રૂપિયા 1285 કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો આવનારાં ચાર વર્ષની સમય મર્યાદામાં રીડેવલપમેન્ટ થશે. સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રીડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ ઇન્ટીગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે. જેનાથી સંબંધિત ક્ષેત્રોની સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે.સુરત MMTH રેલવે સ્ટેશન માટે 3,40,131 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશન માટે 7,38,088 ચોરસ મીટર છે. જેને ચાર વર્ષના ગાળામાં ડેવલપ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution