મુંબઈ-

આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 56,995.15 પાર કર્બર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064.73 ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તરે બતાવી 17000 તરફ કૂચ શરૂ કરી છે. આજે શેરબજારમાં બન્ને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. પ્રારંભિક કારોબારમાં બજારમાં જોરદાર ખરીદી દેખાઈ રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધારા સાથે વેપાર કરી રહ્યા છે જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. જેમાં એચસીએલ ટેકના શેર 2% અને ભારતી એરટેલના શેર 1.5% ના નફા સાથે કારોબાર કરી રહ્યા છે.