02, ઓગ્સ્ટ 2021
નર્મદા-
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 23,035 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જ્યારે પાણીની જાવક 8,980 ક્યુસેક જેટલી નોંધાય છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ આજે એટલે બીજી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.