વડોદરા : એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકોની ભરતીને લઇને મળેલી સિન્ડીકેટની બેઠક તોફાની બની હતી.આ બેઠકમાં સુપર વીસીના માનીતા સિન્ડીકેટ સભ્યોએ માહિતી માંગનાર ચાર સભ્યો પર સવાલોનો રીતસરનો મારો ચલાવીને તેમનું નૈતિક બળ તોડવાની કોશિશ કરી હતી. વીસીએ પણ સભ્યોના એક પણ પ્રશ્નનો જવાબ નહી આપી તમામને બેસી જવાની સૂચના આપીને સિન્ડીકેટની બેઠક મિનિટોમાં જ પૂરી કરવાની કોશિશ કરી હતી.સભ્યો દ્વારા ધરણાંની શક્યતા હોવાથી અગાઉથી જ વિજીલ્સના ધાડેધાડા ઉતારી કેમ્પસમાં પોલીસ બોલાવાવની પણ તૈયારી કરી દીધી હતી.આજની સિન્ડીકેટની બેઠકમાં સુપર વીસીના માનીતાઓએ રીતસરનો ત્રણ સભ્યોના ધેરાવ કરીને તેમને જૂઠા સાબિત સુધીની હરકત કરી હતી.

એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યપકોની ભરતીને લઇને છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે આજે મળેલી સિન્ડીકેટની બેઠક ભારે તોફાની બની હતી.બેઠક પહેલા જ ત્રણ સિન્ડીકેટ સભ્યો પહોંચી જઇને અન્ય સભ્યોને લેખિતમાં રજૂઆત કરીને વિગતો આપવા માગ કરી હતી.આ બેઠક બપોરે ત્રણ વાગે શરુ થઇ હતી.અને આ સળગતા અને યુનિવર્સિટી ગરિમાને લાંછન ન લાગે તે માટે સુપર વીસીની પ્રિ-સિન્ડીકેટની બેઠકમાં નક્કી થયેલી વ્યૂહરચના મુજબ છ નંબરનું કામ ૧૦ માં નંબરે લઇને વિલંબની નીતિ અખત્યાર કરવામાં આવી હતી.આ બેઠક અડધો કલાકમાં જ પૂર્ણ કરવાનો મનસુબો હતો.પણ ત્રણ સભ્યોએ પોતાના પ્રશ્નો મૂકીને જવાબ માંગ્યા હતા.પણ ૧૫ સભ્યોએ આ સભ્યો પર સવાલોનો મારો ચલાવીને તેમનું નૈતિક મનોબળ તોડવાની તેમજ ચૂપ કરી દેવાની પ્રવૃત્તિ આચરી હતી.તમામ સિન્ડીકેટ સભ્યોએ જવાબ નહી મળે તેવું સ્પષ્ટ જણાવીને માહિતી આપવાનો ઇન્કાર કરીને બહુમતી સિધ્ધ કરીને માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.જાે કે ત્રણ સભ્યોએ તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને જવાબ માંગવા છતાં પણ તમામ સભ્યોની નીચે રેલો આવે તેવી શકયતા જણાતા ત્રણ સભ્યો સાથે અપમાનજનક વર્તન કરીને ધમકાવ્યા હતા.વીસી પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જાેતા રહ્યા હતા.એટલું જ નહી માહિતી આપવાથી પોતાની ખુરશી જાેખમમાં મૂકાઇ શકે તેમ લાગતા સભ્યોને તમારી વાત સાંભળવી નથી.તમે બેસી જાઓ તેવા આદેશ કર્યા હતા.આજની બેઠકમાં સભ્યો ધમાલ કરવા સાથે ધરણાં કરે તેવું લાગતા વીસીએ પહેલેથી જ વિજીલન્સનો કાફલો ખડકી દીધો હતો.સાથોસાથ સયાજીગંજ પોલીસને પણ લીલી ઝંડી મળે તો એકશનમાં આવવા તાકીદ કરી દેવામાં આવી હતી.આ બેઠક બે કલાક ચાલી હતી.જેમાં એક કલાક સુધી ભરતી પ્રક્રિયામાં ગોબાચારીનો વિષય ચાલ્યો હતો.ત્રણેય સભ્યોએ પોતાની વાત મૂકવાની કોશિશ કરી હતી.પણ તેમની એક પણ વાત ધ્યાને લેવામાં આવી ન હતી.અને આ બેઠક સુપર વીસી જીગર ઇનામદાર જ ચલાવતા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. તમામ સભ્યો જીગરની હા હા માં પરોવી પોતાનુ સિન્ડીકેટનું પદ બચાવવા સત્યને છુપાવી જુઠાણાને સમર્થન આપતા દેખાતા હતા.જેમાં કેટલાક સમય પૂર્વે જ સરકાર માન્ય સિન્ડીકેટ બનેલા બે સભ્યો કે જેમને યુનિવર્સિટીની ફેકલ્ટી કે ડીન અથવા તો પ્રિન્સીપાલ બાબતે સાંધાની સુઝ નથી તેવા બે સભ્યો પણ વિરોધી સભ્યો પર તાડુકયા હતા.અને રીતસરનું બેઠકમાં અપમાન કર્યુ હોવાનું સિન્ડીકેટ સભ્યનું કહેવું છે.પણ આજની બેઠકથી યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું હોય તેવું જણાઇ આવે છે.સાથો સાથ યુનિવર્સિટી દ્વારા જેમને અન્યાય કરવામાં આવ્યો છે.તેવા લોકો આરટીઆઇ એકટીવીસ્ટ વિષ્ણું પ્રજાપતિ તેમજ માજી વિદ્યાર્થી જૈમિન જાેશી પણ હાજર રહી સિન્ડીકેટ સભ્યોને રજૂઆત કરી હતી.

જિગર ઇનામદારે બેઠકમાં બદનક્ષી તેમજ કાર્યવાહી કરવાની ધમકી આપી ઃ હસમુખ વાઘેલા

એમ એસ યુનિવર્સિટીની બે કલાક સુધી ખાસ કરીને ભરતી પ્રક્રિયાને લઇને ચાલેલી બેઠકમાં ત્રણ સિન્ડીકેટ સભ્યોનો બહુમતી ધરાવતા સભ્યોએ લોકશાહીમાં વિચાર તેમજ વાણી સ્વાતંત્ર્યનો હક્ક છીનવાની કોશિશ કરી હતી.સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું કે એક પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.અને બહૂમતીનું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.અમારા ત્રણ સિન્ડીકેટ સભ્યોને ભયંકર ધમકાવવામાં આવ્યા હતા.જીગર ઇમાનદારે બદનક્ષીનો દાવો કરવાની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.વીસીએ એક પણ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કરીને આરટીઆઇ હેઠળ જવાબ માંગો આરટીઆઇ એકટ હેઠળ આવતી જ માહિતી આપીશું.૧૫ સભ્યોનો એક સાથે ઘેરાવથી એ વાત સ્પષ્ટ છે.કે ભરતી પ્રક્રિયામાં ભયંકર ખોટું કરવામાં આવ્યું છે.અને જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લડત લડીશું તેમજ મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરીશું.અને રોજ તબક્કાવાર કાર્યક્રમ કરાશે.જીગર ઇનામદાર જ યુનિવર્સિટી ચલાવે છે.તમામ ઓફિસો ચલાવે છે.સરકાર નક્કી કરશે તો તેની તપાસ કરાવશે.તેના જણાવ્યા મુજબ તપાસ કરાવી શકાય નહી.

યુનિ.ની ગરિમાને લાંછન લગાવનાર સભ્યો સામે બદનક્ષીનો દાવો કરાશે ઃ જિગર ઇનામદાર

આજની સિન્ડીકેટની બેઠક બાબતે સુપર વીસી સિન્ડીકેટ સભ્ય જીગર ઇનામદારે બેઠકમાં આ સમગ્ર પ્રકરણની નિવૃત જજ થકી તપાસ કરાવવા તૈયાર છે.અને આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ હશે તો અમારા તમારા સિન્ડીકેટ સભ્યો રાજીનામું આપી દેશે તેવું જણાવ્યું હતુ.જીગર ઇનામદારે વાતચીતમા જણાવ્યું હતું કે આ તમામ સભ્યોએ માંગેલી પાંચ પૈકી ચાર મુદ્‌ાની માહિતી આપી દીધી છે.પણ કયાં નિષ્ણાતે કયાં ઉમેદવારને કેટલા માર્ક આપ્યા તે માહિતી આપી શકાય નહી.અગર આ જાહેર કરાય તો કોઇ પણ નિષ્ણાંત યુનિવર્સિટીમાં આવે નહી.અને સિન્ડીકેટમાં કરાયેલા ઠરાવ મુજબ આ માહિતી આપી શકાય નહી.તેમ છતાં પણ સરકાર તરફથી અથવા તો કોર્ટ દ્વારા આ માહિતી માંગવામાં આવે તો જ આપી શકાય.કોર્ટ કે સરકાર સિવાય કોઇને માહિતી નહી આપવાનું બેઠકમાં નક્કી કરાયું હતું. એક મહીનાથી માહિતી માટે ત્રણ સભ્યો દ્વારા જે પણ મુદ્‌ો ઉઠાવવામાં આવ્યો છે.તમામ માહિતીનો રીપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટના ત્રણ સિનિયર કાઉન્સીલનો અભિપ્રાય લેવામાં આવે બદનક્ષીનો દાવો કરવો પડે તો તે કરો અથવા ગુજરાત સિવિક સર્વિસ રુલનો ભંગ થતો હોય તો શિક્ષાત્મક કાર્યવાહી કરી શુ થઇ શકે તેનો અભિપ્રાય લેવાશે.પુરાવા વિનાના આક્ષેપ બદલ બદનક્ષીનો દાવો યુનિવર્સિટી દ્વારા કરાશે.

કથિત ભરતી કૌભાંડની યોગ્ય સ્તરે તપાસ કરાશે ઃ સી આર પાટીલ

એમ એસ યુનિવર્સિટીમા કથિત ભરતી પ્રક્રિયામાં ગોબાચારીનો મામલો રાજયકક્ષા સુધી ચકડોળે ચઢયો છે.ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ અગર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે તો કડક કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું હતું.આજની સિન્ડીકેટ બેઠક બાદ સેનેટ સભ્ય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરતા સી આર પાટીલે તમામ સિન્ડીકેટ સભ્યોને પુરાવા સાથે તાત્કાલિક ગાંધીનગર તેમના નિવાસસ્થાને બોલાવતા કેતન ઇનામદાર તેમજ ત્રણ સભ્યો ગાંધીનગર પહોંચી ગયા હતા.અને સી આર પાટીલને તમામ પુરાવા આપી રજૂઆત કરી હતી.સી આર પાટીલે દસ મિનિટમાં તમામ રજૂઆતો સાંભળી પુરાવા તપાસ્યા પછી પ્રકરણની યોગ્ય સ્તરે તપાસ કરાવવાની ખાત્રી આપી હતી.જેના કારણે સિન્ડીકેટ સભ્યોમાં એક આશાનું કિરણ દેખાયું છે.હવે

યુનિ.સત્તાધીશોના અન્યાયનો ભોગ બનેલ ડાॅ.આશુતોષની શિક્ષણમંત્રીને રજૂૂઆત

આજની તોફાની સિન્ડીકેટની બેઠકમાં પરફોર્મિંગ આર્ટસના નાટયવિભાગમાં પ્રોફેસર અને આસી.પ્રોફેસર તરીકે ઉમેદવારી કરનાર ડાॅ.આશુતોષ મ્હસ્કરે હાજર રહ્યા હતા.અને તમામ સિન્ડીકેટ સભ્યોને માનીતાની પસંદગી માટે આચરવામાં આવેલી ગેરરિતી બાબતે રજૂઆત કરી હતી.ડાॅ.આશુતોષ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવા સાથે વડાપ્રધાન તેમજ દેશની કોકિલા લતા મંગેશકરજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.તેમને ઇન્ટરવ્યુમાં નહી બોલાવી જગ્યા માટે ગેરલાયક ઠેરવીને પ્રોફેસર તરીકે પ્રભાકર દાભાડે તેમજ આસી.પ્રોફેસર તરીકે ત્રિલોકસીખ મહેરાની પસંદગી કરી હતી.આ બાબતે ડાॅ.આશુતોષે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સાથે શિક્ષણમંત્રીને પણ પત્રથી રજૂઆત કરી છે.અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નાટ્યવિભાગમાં છેલ્લા પાંચ – છ એવા લોકો પણ છે.જે ટેમ્પરરી આસી.પ્રોફેસર તરીકે કામ કરે છે જે એ જ ફેકલ્ટીમાં વિદ્યાર્થી તરીકે પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હોય પ્રમોદ ચોહાણને સજા પામેલા હોય અથવા જેમના પર ડીસીપ્લીનરી એક્શન લેવાઈ હોય અને વિદ્યાર્થી તરીકે સસ્પેન્ડ થયેલા હોય જે સીનીયર સુપરવાઈઝર હતા તે પ્રમોદ ચૌહાણની નાટ્યવિભાગના અધ્યક્ષ તરીકે પ્રમોદ ચવહાણ નો ઇન્ટરવ્યું લઇ ટેમ્પરરી આસીસટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક આપી હતી. આ બાબત ની પણ તપાસ જરૂરી છે.