મહેસાણા-

જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સમાધિ ખાતે કારતક સુદ દશમને 24 નવેમ્બરના રોજ એક દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ ગરિમાપૂર્ણ યોજાય તે માટે જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી છે. નવેમ્બર માહિનામાં યોજાનારા તાના-રીરી મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ સંદર્ભે સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવા ઉપરાંત સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લાઇટ ડેકોરેશન, મંડપની વ્યવસ્થા, પ્રચાર-પ્રસારની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા સહિતની વિવિધ આનુંષંગિક વ્યવસ્થાઓ માટે માઇક્રો પ્લાનિંગ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા છે.

મહેસાણાના વડનગર 24 નવેમ્બરે યોજાનારા તાના-રીરી મહોત્સવ કલાકારોનું સન્માન, તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, લાઇટીંગ-મંડપ અને ડેકોરેશનની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ વિશે ખાસ સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત આ દિવસે સંગીત કોલેજની પણ શરૂઆત મહાનુંભાવો દ્વારા કરવામાં આવશે, જે અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સમાધિ ખાતે કારતક સુદ દશમને 24 નવેમ્બરના રોજ એક દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવશે.