ભુજ-

કચ્છ જિલ્લામાં 380 સબસેન્ટર પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન તેમજ તાલુકા કક્ષાએ બસ સ્ટેશન પર પણ નાગરિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આજે સવારના 9 થી રાત્રે 12 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે જેનો તમામ જનતાએ લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે અન્ય 125 ગામોમાં 100 ટકા રસીકરણ કરવાનો લક્ષ્યાંકકચ્છ જિલ્લાના 220 ગામોમાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી થયેલી છે. જે પૈકી અબડાસાના 8 ગામ, અંજારના 57, ભચાઉના 8, ભુજના 17 , ગાંધીધામના 9, લખપત ના 12, માંડવીના 20, મુન્દ્રાના 51, રાપર ના 19 અને નખત્રાણાના 19 ગામો થઈને કુલ 220 ગામોમાં 100 ટકા રસીકરણ થયેલ છે. તથા આજે રસીકરણના મહાઝુંબેશ હેઠળ અન્ય 125 ગામોને પણ 100 ટકા રસીકરણ થાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.જિલ્લામાં 2,05,694 લોકો બીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છેહાલ સુધીમાં કચ્‍છ જીલ્‍લામાં 18 કે તેથી વધુ ઉંમરના અંદાજિત 15,87,774 લોકો સામે 12,60,935 લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધી છે. પ્રથમ ડોઝમાં બાકીના લોકોને કોરોના થવાનો જોખમ વધુ છે. જેથી આ લોકોએ મહા ઝુંબેશમાં પોતાનો પ્રથમ ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે.જિલ્લામાં 2,05,694 લોકો બીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છે જિલ્લામાં આજે 2 લાખ કોરોના રસીના ડોઝ ઉપલબ્‍ધ છે.500થી વધારે સ્થળોએ રસીકરણના બીજા ડોઝનું આયોજન કરવામાં આવ્યુંઆજ રોજ જિલ્‍લામાં 2 લાખ રસીના ડોઝ ઉપલબ્‍ધ છે.