ગાંધીનગર-઼

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશમાં કોરોના વૅક્સીન જલ્દીથી પ્રાપ્ત થશે. જ્યારે કેન્દ્ર સરકારે ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્રપ્રદેશ એમ કુલ ચાર રાજ્યમાં ડ્રાય રન શરૂ કરવાની સુચના આપી છે, જેના ભાગરૂપે 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ શહેરમાં કોરોના વૅક્સીનને લઈને ડ્રાય રન કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે કોરોના વૅક્સીન માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે રચી છે, જેમાં વૅક્સીનેશનમાં પ્રખ્યાત ડૉક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે.કોરોના વૅક્સીનેશન બાબતે આરોગ્ય અગ્રસચિવ જયંતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિ વ્યક્તિને 28 દિવસની અંદર બે કોરોના વૅક્સીનના ડોઝ આપવામાં આવશે. જ્યારે આ કોરોના વ્યક્તિના ડોઝ ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને જ આપવામાં આવશે. આ વૅક્સીન ડોઝ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના વાઇરસના વૅક્સીન બાબતે કોલ્ડ ચેનની સ્ટોરેજ બાબતે જણાવ્યું હતું કે, રાજ્યમાં 1.25 કરોડની કેપેસિટી સમાવી શકાય તેટલી સુવિધા કરવામાં આવી છે. જેમ વિભાગીય વૅક્સીન સ્ટોર 68,417, જિલ્લા કોર્પોરેશન વૅક્સીન સેન્ટર 27,935 સાથે કુલ 1,96,545 સેન્ટરો રાખવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર અને ગાંધીનગર છ વિભાગીય વ્યક્તિ ઇન્સ્ટોલ પણ તૈયાર કરવામાં આવશે.