બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવીઃ રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ પામી
17, જુલાઈ 2021

સુરેન્દ્રનગર-

બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે ગુજરાતના હળવદ તાલુકાના માનસર ગામના શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી છે. જે ‘ભણતરના અજવાળા’ શોર્ટ ફિલ્મ થકી બાળકોને તેમજ વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે, જે ફિલ્મ હાલ રાષ્ટ્રીય કક્ષાએ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી છે.

ગામડાની સરકારી શાળાઓમાં પછાત વર્ગના તથા મજુરી કામ કરતા લોકોના બાળકો ભણતા હોય છે. આવા બાળકો પર ઘણા બધા વાલીઓ ભણતર કરતા મજૂરી કામનું મહત્વ વધુ આપતા હોય છે. મજુરી કામના પૈસા મળતા હોવાથી બાળકોને નાની ઉંમરથી માતા-પિતા સાથે કામે જાેતરાય જતા હોય છે અને પરિણામે શાળામાં અનિયમિતતા વધતી જતી હોય છે. તેમ જ આ જ રીતે ધીમે ધીમે બાળકો શિક્ષણથી વિમુખ થઈ જતા હોય છે, ત્યારે આવા બાળકો તથા તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજી અને મજૂરી કામને બદલે બાળકોને શિક્ષણ તરફ વળે તે હેતુથી સરકારી શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી છે. જાેવાની ખૂબી એ છે કે વગર ખર્ચ વગર બનેલી આ શોર્ટ ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ પામી છે.

હળવદ તાલુકાના માનસર ગામે હાલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિમલભાઈ પટેલે આ ફિલ્મ બનાવી છે. શિક્ષણ વિશે મહત્વ આપતી એક ફિલ્મનું નિર્માણ કર્યું છે. સરકારી શાળામાં ભણતા બાળકો તથા તેમના વાલીની માનસિકતા બદલવા તેમણે સાત મિનિટનુ ‘ભણતર ના અજવાળા’ નામની શોર્ટ ફિલ્મ બનાવી છે.પોતાના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોના સહકારથી તેમને આ શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. એક પણ રૂપિયાના ખર્ચ વિના બનેલી આ ફિલ્મ હાલ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ છે. આ ફિલ્મની સ્ટોરી નિર્માતા-નિર્દેશક વિમલભાઈ પટેલ પોતે કર્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution