વલસાડ  એમ કહેવાય છે કે, ‘માં સે બડા કોઈ યોદ્ધા નહીં હોતા’, અને આ ઉકિતને અનેક જનનીઓએ સાર્થક પણ કરી બતાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે, વલસાડના ટયુશન-ક્‍લાસીસના ૩૮ વર્ષીય શિક્ષીકા સ્‍વપ્‍નાબેન સંદિપભાઈ સેઘાવાલા. વલસાડમાં ૯ વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્‍વપ્‍નાબેને તા.૨૪ એપ્રિલના રોજ ટોનસીલની સમસ્‍યા અને તાવ જણાતા કોવિડ-૧૯નો રેપિડ ટેસ્‍ટ કરાવતા પોઝીટીવ હતો. સાથે પરિવારના સભ્‍યોને ટેસ્‍ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્‍ટ પણ પોઝીટીવ આવ્‍યો. પછીના દિવસે સ્‍વપ્‍નાબેનને અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્‍પિટલોમાં તપાસ કરતા જગ્‍યા ન મળતા તત્‍કાલ સુરત સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવાનો ર્નિણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્‍બ્‍યુલન્‍સમાં લાવવામાં આવ્‍યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરી. સિવિલમાં કોરોનાની નિઃશુલ્‍ક સારવાર મેળવી સ્‍વસ્‍થ થયેલા સ્‍વપ્‍નાબહેને વધુમાં જણાવ્‍યું કે, મને તા.૨૫ એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્‍સિજન પર લાવવામાં આવી હતી. ત્‍યારબાદ તબિયત સુધાર જણાતા તા.૩ મે થી નોર્મલ રૂમમાં રાખવામાં આવી. મને હોસ્‍પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છે

વલસાડ જિલ્લામાં કોરોનાના ૧૧૮ દર્દીઓ સામે આવ્યા

વલસાડ વૈશ્વિક મહામારી કોરોના એ વલસાડ જિલ્લા ના લોકો ને ચક્રવ્યૂહ માં ફસાવી લીધો હોય તેમ દરરોજ સો દરદીઓ કરતા વધારે દરદીઓ સત્તાવાર નોંધાઈ રહ્યા છે કેટલાક દરદીઓ દવાખાના જવાના બીકે ઘરે જ રહી દવા કરતા કરતા મોત ને ભેટી જતા હોય છે જેમની કોઈ નોંધ થતી જ નથી આજે પણ વલસાડ જિલ્લા માં ૧૧૮ દરદીઓ સામે આવ્યા છે ૫ દરદીઓ મોત ને ભેટ્યા છે અને ૧૦૦ દરદીઓ ડિસ્ચાર્જ થયા છે વલસાડ તાલુકા માં ૫૬,પારડી માં ૧૨, વાપી માં ૧૯ ઉમરગામ માં ૧૭,ધરમપુર માં ૧૨ અને કપરાડા માં ૨ દરદીઓ માડી ૧૧૮ દરદીઓ નોંધાયા હતા અત્યાર સુધી કુલ ૯૩૧૬૪ દરદીઓ ના ટેસ્ટ થયા છે જેમાં પોઝિટિવ કેસો ૩૮૮૩ છે જેમાંથી ૧૧૯૯ દરદીઓ સારવાર હેઠળ છે.