વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં ત્રીજુ ખેડૂત બિલ પણ પાસ
22, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

વિપક્ષના જાેરદાર હોબાળા વચ્ચે ત્રીજુ ખેડૂત બિલ પણ રાજ્યસભામાંથી પાસ થઈ ગયુ છે. રાજ્યસભાએ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાની આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવવાના જાેગવાઈ વાળા બિલને મંજૂરી આપી. લોકસભાએ 15 સપ્ટેમ્બરે આવશ્યક વસ્તુ બિલ 2020ને મંજૂરી આપી દીધી હતી.

આ બિલમાં ખાદ્ય પદાર્થ જેવા કે અનાજ, દાળ અને ડુંગળીને નિયંત્રણ મુક્ત કરવાની જાેગવાઈ છે. બિલમાં જણાવાયુ છે કે અનાજ, કઠોળ, ખાદ્ય તેલ, બટાકા-ડુંગળી આવશ્યક વસ્તુ હશે નહીં. ઉત્પાદન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન પર સરકારી નિયંત્રણ ખતમ થશે. ફૂડ સપ્લાય ચેનના આધુનિકીકરણમાં મદદ મળશે. ઉપભોક્તાઓ માટે પણ કિંમતોમાં સ્થિરતા બની રહેશે. શાકભાજીની કિંમતો બેગણી થવા પર સ્ટૉક લિમિટ લાગુ થશે.

અગાઉ 20 સપ્ટેમ્બરે કૃષિ સાથે જાેડાયેલા બે મહત્વપૂર્ણ બિલને રાજ્યસભાએ વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિમતથી પોતાની મંજૂરી આપી દીધી હતી. સરકાર દ્વારા આ બંને બિલને દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે જાેડાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સુધારાની દિશામાં ઉઠાવવામાં આવેલુ મહત્વપૂર્ણ પગલુ ગણાવવામાં આવી રહ્યુ છે.

કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય બિલ 2020, ખેડૂત ઈચ્છા મુજબના સ્થળે પાક વેચી શકે છે. કોઈ મુશ્કેલી વિના બીજા રાજ્યોમાંથી વેપાર કરી શકે છે. APMCના કાર્યક્ષેત્રની બહાર પણ ખરીદ-વેચાણ સંભવ છે. ઑનલાઈન વેચાણ ઈલેક્ટ્રૉનિક ટ્રેન્ડિંગથી થશે. તેનાથી માર્કેટિંગ ખર્ચની બચત થશે, અને શ્રેષ્ઠ ભાવ મળશે. પાકના વેચાણ પર કોઈ ટેક્સ લાગશે નહીં.

મૂલ્ય આશ્વાસન પર ખેડૂત સમાધાન અને કૃષિ સેવા બિલ 2020 રાષ્ટ્રીય સ્તર પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વ્યવસ્થા બનશે. રિસ્ક ખેડૂતોનો નથી, એગ્રીમેન્ટ કરનાર પર હશે. ખેડૂત કંપનીઓને પોતાની કિંમત પર પાક વેચશે. ખેડૂતોની આવક વધશે. વચેટિયા રાજ ખતમ થશે. નિર્ધારિત સમયમાં વિવાદ સમાધાનની વ્યવસ્થા કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution