રાજ્યમાં કોરોના રસીકરણનો ત્રીજાે તબક્કો પહેલી માર્ચથી શરૂ થશેઃ DYCM નીતિન પટેલ
28, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર-

ગુજરાતમાં પહેલી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથેનાં લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલનું કોરોના વેક્સિનને લઈને એક નિવેદન આપ્યું છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કોરોના વેક્સિનના ત્રીજા તબક્કા વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના રસીકરણનો ત્રીજાે તબક્કો પહેલી માર્ચથી શરૂ થશે. તેમણે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન મફતમાં આપવાની વાત કરી હતી, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક રસીનો ડોઝ ૨૫૦ રૂપિયામાં આપવાની જાહેરાત કરી છે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ ૧૫૦ રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી ૧૦૦ રૂપિયા રહેશે. આગામી ૧ માર્ચથી રાજ્યમા ૬૦ વર્ષથી વધુની ઉંમરનાને કોરોના વેક્સિન અપાશે. રાજ્યની ૫૨૨ માન્યતાવાળી ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન મળશે. કોરોના વોરિયર્સ માટે અગાઉ રસીનો જથ્થો અપાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે ૩ લાખની રસીનો જથ્થો હાલ રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે. હોસ્પિ.માં રસીની કિંમત ઓનલાઈન ચૂકવવી પડશે. રસી લેવી સ્વૈચ્છિક છે ફરજિયાત નથી.નીતિન પટેલે કોરોના વેક્સિનની કિંમત વિશે ટિ્‌વટ કરીને માહિતી આપી છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વની તુલનામાં ભારતમાં નજીવા દરે કોરોના વેક્સિન અપાઈ રહી છે. ભારત સરકારના અર્થાંગ પ્રયત્નોના કારણે ગુજરાતને વિના મૂલ્યે રસી આપવાની જાહેરાત કરાઈ છે. સરકારી યોજનાની માન્યતા વાળી હોસ્પિટલમાં પણ કોરોના રસી મળશે. કોરોના વોરિયર્સ માટે કેન્દ્ર સરકારે અગાઉ રસીનો જથ્થો અપાયો હતો.

ગુજરાતમાં ૧લી માર્ચને સોમવારથી ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને ૪૫ વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી પિડિતા નાગરીકો માટે કોરોના સામેની વેક્સિનનો પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થશે. વેક્સિનેશનના બીજા તબક્કાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉપરોક્ત વય મર્યાદા ધરાવતા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ક્યારે રસી લેશે એમ પુછવામાં આવતા તેમણે તમામને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે એમ જણાવ્યુ હતુ.

રજિસ્ટ્રેન માટે બે પ્રકાર છે. એક મોબાઈલ નંબર ઉપરથી મહત્તમ ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેના માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાસપોર્ટ, લાયસન્સ, પાન કાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. આ ઉપરાંત જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકે તે લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું છે. અને આવકની કોઈ સીમા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution