દિલ્હી-

ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાવાયરસ બીમારીની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય. જાે કે તેમણે ચેતવણી આપી છે કે લોકો કોવિડને કાબૂમાં રાખવા માટે કોરોનાના નિયમોનું પાલનનું પાલન કેવી રીતે કરે છે તેના પર ર્નિભર કરે છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આપણે બીજી લહેર જેટલી ખરાબ હોય તેવી ત્રીજી લહેર જાેઈશું. આ વાત ડૉ. ગુલેરિયાએ વિશાખાપટ્ટનમમાં ગીતમ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપના દિવસ દરમિયાન આયોજિત કાર્યક્રમ દરમિયાન કરી. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે બીજી લહેર જેટલી ખરાબ ત્રીજી લહેર આપણે જાેઈશું. કોવિડ-૧૯ની ત્રીજી લહેરમાં બાળકોના વધુ સંક્રમિત થવાની સંભાવના પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે બાળકોને બીમારી વિરુદ્ધ રસી નથી અપાઈ રહી એટલે તેમને વધુ અતિસંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે.

હાલમાં ભારતમાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાનના દાયરામાં માત્ર ૧૮ વર્ષથી વધુ વર્ષના લોકો સુધી જ સિમિત છે. તેમણે કહ્યું કે સામાન્ય મત એવો છે કે વયસ્કોનું રસીકરણ થઈ રહ્યું છે. બાળકોનું નહીં. આથી જાે કોઈ નવી લહેર આવે તો તે એવા લોકોને પ્રભાવિત કરશે જે વધુ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં બાળકો વધુ સંવેદનશીલ હશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે સિરો સર્વે મુજબ અડધા કરતા વધુ બાળકો પહેલેથી જ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે અને હાલમાં તેમની પાસે રોગ વિરોધી એન્ટીબોડી આવી ગઈ છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે એક કે બે મહિનામાં બાળકો માટે એક કોવિડ-૧૯ રસી પણ આવી જશે. જેથી કરીને તેમને આ બીમારીથી સુરક્ષિત કરી શકાય. જ્યાં સુધી રસીનો સવાલ છે તો ડૉ. ગુલેરિયાએ કહ્યું કે સંક્રમણના ગંભીર કેસોને રોકવામાં જેબ્સ હજુ પણ પ્રભાવી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે રસીકરણ બાદ પણ ફરીથી સંક્રમિત થનારા લોકો માત્ર હળવા સંક્રમણનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ રસી ગંભીર કેસમાં સુરક્ષા પ્રદાન કરે છે. રસી ગંભીર બીમારી અને કોવિડ-૧૯થી થનારા મોતને રોકવામાં મદદ કરે છે. સંક્રમણ હજુ પણ થઈ રહ્યું છે પરંતુ સંક્રમિત લોકો મુખ્ય રીતે એવા છે જેમનું રસીકરણ થયું નથી. આથી અમે કહી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકોએ રસી મૂકાવવાની જરૂર છે. જે લોકો રસીકરણ બાદ પણ સંક્રમિત થઈ રહ્યા છે, જેમને અમે બ્રેકથ્રુ ઈન્ફેક્શન કહીએ છીએ, તેમને મુખ્ય રીતે સામાન્ય સંક્રમણ થઈ રહ્યું છે.