દેશ પર આતંકી હુમલાનો ખતરો, દિલ્હીમાં ISISનો આતંકી ઝડપાયો
22, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

દેશમાં વિવિધ તહેવારની સીઝન ચાલી રહી છે. જેથી આતંકવાદનું જોખમ વધી રહ્યું છે, ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એક એન્કાઉન્ટર બાદ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. આ આતંકી પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે.

આ ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. આ અંગેની તમામ સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આપી હતી.દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ધૌલા કુંઆ વિસ્તારમાંથી આતંકીને ઝડપ્યો હતો. ઝડપાયેલો આતંકી અબૂ યૂસુફ ખાન લોકોની રેકી કરી રહ્યો હતો. આ કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલો આતંકી કેટલાક લોકોની રેકી કરતો હતો.

પાટનગર નવી દિલ્હીના ધૌલા કુઆં રીંગ રોડ પર પોલીસ અને જૈશ એ મુહમ્મદના મનાતા આતંકવાદીઓએ વચ્ચે અથડામણ થઇ રહી હોવાના અને અબુ યુસુફ ખાન નામનો એક આતંકવાદી જીવતો પકડાયો હોવાની જાણકારી મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution