વોશિંગ્ટન-

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ફરી એક વખત ચીન પર શાબ્દિક હુમલો કર્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણએ ક્હયુ હતુ કે, હવે સમય આવી ગયો છે કે, દુનિયા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉભા કરાયેલા પડકારોનો જવાબ આપે.અમેરિકાએ લાંબા સમય સુધી આ પડકારો પર ધ્યાન આપ્યુ નહોતુ અને બીજા દેશોએ પણ કદાચ આવુ જ કર્યુ હતુ પણ હવે સ્થિતિને ઠીક કરવાનો સમય આવી ગયો છે. દુનિયામાં જે પણ દેશો લોકશાહીમાં માને છે તેમના માટે ચીનને જવાબ આપવો જરુરી છે.

પોમ્પિયોએ કહ્યું હતુ કે, ચીને અમેરિકા દ્વારા થતી ઉપેક્ષાનો ફાયદો ઉઠાવ્યો છે પણ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ માનવુ છે કે, આ બંધ થવુ જાેઈએ. અમેરિકા નિષ્પક્ષ વ્યાપારિક સબંધો બનાવશે. જેમાં ચીનને એક તરફી ફાયદો ના મળે.

ચીન દ્વારા કોરોના વાયરસ અંગે દુનિયાને સમયસર જાણકારી નહોતી અપાઈ તેવા પ્રશ્નના જવાબમાં પોમ્પિયોએ કહ્ય્š હતુ કે, ચીન જ નહી પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આવુ જ કર્યુ હતુ. જેનાથી કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે જે જાણકારી મળવી જાેઈતી હતી તે મળી નહોતી.