રાપરમાં ટ્રકચાલક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડતા મોત
03, ડિસેમ્બર 2021

ભુજ, પૂર્વ કચ્છના રાપરમાં ગુરૂવારે એક ટ્રકચાલકને હૃદયરોગનો હુમલો આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. લઘુશંકા કરવા માટે ટ્રકને ઉભી રાખી નીચે ઉતરતાં જ હૃદયરોગનો હુમલો આવતાં ચાલક જમીનપર ઢળીપડ્યો હતો. આ બનાવનાપગલે ભારે ભીડ એકઠી થઈ જવાપામી હતી અને ચાલકને બચાવવાના પ્રયાસપણ હાથ ધરાયા હતા,પરંતુ હતભાગી ચાલકનો જીવ બચી શક્યો નહોતો.મળતી પ્રાથમિક માહિતી મુજબ રાપરના એસ.આર.પેટ્રોલપંપપાસે ત્રંબૌ ચાર રસ્તા નજીક ગાંધીધામ નિવાસી ગોવિંદ મહેશ્વરી નામનો ટ્રક ચાલક ટ્રક ઉભી રાખી લઘુશંકા કરવા નીચે ઉતર્યો હતો. જેને ટ્રકની નીચે ઉતરતાંની સાથે જ છાતીમાં દુખાવો થતાં તે ચક્કર ખાઈને જમીનપર ઢળીપડ્યો હતો. અચાનક ઢળીપડેલા ટ્રક ચાલકને જાેઈ આસપાસના લોકોપાસે દોડી આવ્યા હતા.પમ્પિંગ દ્વારા ચાલકનો જીવ બચાવવાના પ્રયાસો કરાયા હતા.પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળી.બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચાલકને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીધામથી આવેલા ચાલકનાપરિજનો દ્વારા મૃતદેહનો કબ્જાે લઈ તેઓ ગાંધીધામ રવાના થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગાંધીધામનો આ ચાલક ટ્રક મારફતે રાપરમાં માલ ખાલી કરવા આવ્યો હતો, જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત થતાં તેનાપરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution