08, જુન 2021
અમદાવાદ-
હાઇકોર્ટની ટકોરબાદ કોર્પોરેશન ઘ્વારા ફાયર સેંફટી અને બી યુ પરમિશન વગરના એકમો ને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાણીપ વિસ્તારમાં આવેલા મારુતિ કોમ્પ્લેક્સના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને વિરોધ કર્યો હતો. એક બાજુ સરકાર એ લોકડાઉન હળવું કર્યું છે. ત્યારે વેપારીઓ ને ધંધા નો સમય છે . તો બીજી બાજુ કોર્પોરેશન ઘ્વારા દુકાનો સીલ કરતા અત્યારે વેપારીઓને હાલાકી પડી રહી છે.
મારુતિ કોમ્પલેક્ષ મા 150 જેટલી દુકાનો કોર્પોરેશન ઘ્વારા સીલ કરવામાં આવી છે. આ દુકાનો સીલ થતા વેપારીઓ નો ધંધો ઠપ્પ થઈ ગયો છે. જેથી આ તમામ દુકાનોના વેપારીઓ આજે ભેગા મળીને હાથમાં વાટકા લઈને ભીખ માંગી અને વિરોધ કર્યા હતો તેમનું કહેવું છે કે અમારે હવે ધંધો કરવાનો સમય છે. ત્યારે કોર્પોરેશન એ દુકાનો સીલ કરતા અમારો ધંધો પડી ભાગ્યો છે. અમે બેરોજગાર થઈ ગયા છે. કોરોના મહામારીમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે ત્યારે આવી રીતે કોર્પોરેશન જો સીલ કરશે દુકાનો તો વેપારીઓ કયા જશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા અનેક જગ્યાઓ પર સિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 2500 થી વધુ એકમો કોર્પોરેશન એ સીલ કર્યા છે અને હાલમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. આ સાથે સાથે કોર્પોરેશન અને પોલીસ ઘ્વારા ડીમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.