દેશમાં ચોમાસાથી સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોને સંયુક્ત રાષ્ટ્ર મદદ કરશે
12, ઓગ્સ્ટ 2020

સંયુક્ત રાષ્ટ્ર-

ભારતમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે સૌથી અસરગ્રસ્ત અને વંચિત સમુદાયોને સંયુક્ત રાષ્ટ્ર નવીય સહાય પૂરી પાડશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં ચોમાસામાં 770થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ભારતના સૌથી વંચિત અને અસરગ્રસ્ત સમુદાયોને માનવીય સહાય પહોંચાડવા તૈયાર છે.

એશિયામાં પૂરની પરિસ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી ખરાબ અને લાંબુ ચોમાસું રહ્યું છે અને દેશનો એક ચતુર્થાંશ ભાગ પૂરથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, ભયાનક પૂરથી ઓછામાં ઓછા 54 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 11,000 પરિવારો વિસ્થાપિત થયા છે અને 135 લોકો મૃત્યુ પામ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના સહયોગી ખોરાક, આશ્રય, સ્વચ્છ પાણી, સ્વચ્છતાને લગતા અને અન્ય પુરવઠો પૂરા પાડવામાં મદદ કરી રહ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution