અમેરીકાએ તોડ્યા બધા જ રેકોર્ડ,દુનિયામાં નિકળ્યું સૌથી આગળ
11, જુલાઈ 2020

વોશિગ્ટંન-

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70,000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જાેન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જાેકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વલ્ર્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જાેકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના ૫૨ ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 12493251 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 560141 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6874690 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5058620કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution