વોશિગંટન,

ભારત અને ચીન વચ્ચે હાલ ભારે તણાવપૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન જ ચીન વિરૂદ્ધ અમેરિકા પોતાની સૈન્ય ભાગીદારીને ભારત સાથે મજબૂત કરવા પર વિચાર કરી રહ્યુ છે. તાજેતરમાં જ અમેરિકી સેનેટમાં એક બિલ રજુ કરવામાં આવ્યું છે. જા તેને મંજૂરી મળી જશે તો અમેરિકા દુનિયાના સૌથી એડવાંસ અને પાંચમી પેઢીના F-22 અનેF-35 જેવા એડવાંસ ફાઈટર જેટ્‌સ ભારતને આપી શકે છે.

આ તમામ ફાઈટર જેટ્‌સ ઈઝરાયેલ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા માત્ર ગણતરીના દેશો પાસે જ છે જેના અમેરિકા સાથે એકદમ નજીકના અને મજબુત સંબંધો છે.

અમેરિકામાં સત્તારૂઢ રિપબ્લીકન અને વિરોધી ડેમોક્રેટના ટોચના બે સેનેટરોએ ભારત સાથે સૈન્ય સંબંધો મજબુત બનાવવા, ખાસ કરીને પાંચમી પેઢીના યુદ્ધ વિમાનો અને સૈન્ય ક્ષેત્રે સંયુક્ત અનુસંધાન અને વિકાસમાં ઝડપ લાવવા માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ અધિનિયમ 2021 સંશોધન વિધેયક રજુ કરવામાં આવ્યું છે. સંશોધન વિધેયકમાં રક્ષા મંત્રીને અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ અને સંબંધિત ઔદ્યોગિક અને પ્રૌધ્યોગિક અનુસંધાન, વિકાસની તકો અને કર્મચારીઓના આદાન-પ્રદાન પર એક સંક્ષિપ્ત જાણકારી પ્રદાન કરવાની જાગવાઈઓ પણ છે.

સેનેતર માર્ક વાર્નર અને સેનેટર જાન કાર્નિને રક્ષા મંત્રી માર્ક એસ્પરને સવાલ કર્યો છે કે, તે એ વાતનું અવલોકન કરે કે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી પર ભારત-અમેરિકા ખાનગી ક્ષેત્રના સહયોગ માટે શું ઈઝરાયેલ-અમેરિકા બોઈનેશનલ ઈંડસ્ટ્રીયલ રિસર્ચ એંડ ડેવલપમેન્ટ ફાઉંડેશન મોડલ બની શકે? વાર્નર પ્રતિનિધિ સભાની ગુપ્તચર બાબતોને શક્તિશાળી સમિતિના ઉપાધ્યક્ષ છે અને કોર્નિન રિપબ્લીકન વ્હિપ છે. આ બંને શક્તિશાળી સેનેટર ઈંડિયા કાક્સના સહ-અધ્યક્ષ છે.

સેનેટર કાર્નિને એક અન્ય સંશોધનમાં સંરક્ષણ મંત્રીને બિલ પસાર થયા બાદ ૧૮૦ દિવસની અંદર ભારતને અમેરિકાની પાંચમી પેઢીના યુદ્ધ વિમાન કાર્યક્રમનીએ જાણકારી આપવાનું પણ કહ્યુ છે. સંશોધનમાં પેંટાગોનથી કોંગ્રેસ માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે ભલામણ અને બ્રિફિંગમાં શામેલ વિષયો પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે કારણે ભારત પોતાની પાંચમી પેઢીના યુદ્ધ વિમાનો જાતે જ બનાવવા તરફ આગળ વધી રહ્યુ છે.

ભારતના ટોચના ગુપ્ત અમેરિકી ડિફેંસ ટેક્નોલોજી અને સાધનો પુરા પાડવાના હેતુથી કાર્નિન અને વોનરે ભારતને ઈઝરાયેલ અને ન્યૂઝિલેન્ડની માફક ‘નાટો પ્લસ દેશો’ની યાદીમાં શામેલ કરવા માટે સંયૂક્ત રૂપે એક અન્ય સંશ્હોધન પણ રજુ કર્યું છે.