વલસાડ, વલસાડ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્‍યાને લઈ જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલનાં આદેશ અને સુચનાનુસાર સતત કાર્યરત છે. વલસાડમાં સૌથી વધારે એકટીવ કેસ નોંધાયેલા છે, એવા વલસાડ શહેરના તિથલ રોડથી લઈ મગોદ સુધી જિલ્લા કલેકટરશ્રીએ જાત નિરીક્ષણ કર્યું હતું. મગોદ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા માટેના એકશન પ્‍લાનની ચર્ચા કરી, એકશન પ્‍લાન મુજબ કડક કાર્યવાહી કરવા માટે સબંધિતોને સૂચના આપી હતી. શ્રી રાવલે ઉપસ્‍થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કે, જે દર્દી હોમ આઈસોલેશનમાં કે હોમ કોરોન્‍ટાઈન હોય એ પેશન્‍ટની અને એ વિસ્‍તારની રોજે રોજ મુલાકાત લેવામાં આવે, ગાઈડલાઈનનું પાલન કરાય છે કે કેમ? તેની ખરાઈ કરાય છે કે કેમ? અને કયાંય પણ કોઈ પણ વ્‍યકિત કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો ભંગ કરતો જણાય તો તેવી વ્‍યકિતઓ સાથે જરૂર પડે પોલીસ કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. અંતર જાળવીને તેઓની સારવાર અંગે ખબર અંતર પૂછી જલદીથી સ્‍વસ્‍થ થવાની શુભેચ્‍છાઓ પણ પાઠવી હતી.