રાજપીપળા,  સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલા ૨૧૨૪ મિલીયન ક્યુબીક મીટર જમા છે.ત્યારે ચોમાસુ લંબાઈ તો પણ ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નહિ રહે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી ગઈ છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના પગલે હાલમાં સરકારે કરેલા આયોજન મુજબ ગુજરાતના ખેડૂતો માટે ૧૦૦૦૦ ક્યૂસેક જેટલું પાણી મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવે છે.મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજુ પણ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ૨૧૨૪ મિલીયન ક્યુબીક મીટર છે જે બતાવે છે કે ગત વર્ષનું ચોમાસું સારું રહ્યું હતું જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી.હાલમાં પણ પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે અને ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું હતું જેના કારણે નર્મદા ઘાટીમાં ભરપૂર પાણી આવ્યું હતું.પાણીનો સ્ટોરેજ પણ ભરપૂર છે ત્યારે જાે ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહી પડે.હાલમાં નર્મદા ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે જે પાણીનો જથ્થો છે કે ધીરે ધીરે છોડાઈ રહ્યો છે અને તળાવો નદીઓ વગેરે ભરવામાં આવી રહ્યા છે.ત્યારે આ વર્ષે ચોમાસુ લંબાય તો પણ ગુજરાતને કોઇ પણ તકલીફ ન પડે તેવું સ્પષ્ટ દેખાતાં હાલમાં નર્મદા ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવે છે. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે. નર્મદા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોને સિંચાઇ માટે પુરતું પાણી આપી શકાશે. ખેડૂતોને ઉનાળામાં પાણી અને વીજળીની તકલીફ પડતી હોય છે. સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૫ મીટરને પાર જતાં ખેડૂતોની સિંચાઇની મુશ્કેલીનું નિરાકરણ હાલ પુરતું આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે.