નવી દિલ્હી

આજકાલ લોકોની દિનચર્યાનો મોટાભાગનો હિસ્સો ઓફીસમાં કામકાજમાં જ પસાર થાય છે. એને કારણે લોકો ફિઝિકલ એકટિવીટી અને કસરત પર ધ્યાન આપી શકતા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ બાબતે જે આંકડા જાહેર કર્યા છે તે ચિંતાજનક છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ( ILO)ના કહેવા મુજબ 2016માં જોવા મળ્યું કે અનેક કલાકો કામ કરવાને કારણે સ્ટ્રોક અને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝથી 7 લાખ 45 હજાર લોકોના મોત થયા હતા. વર્ષ 2000 પછી 29 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એક અહેવાલ અનુસાર લાંબા સમય સુધી કામ કરવું આરોગ્ય માટે જાનલેવા સાબિત થઇ શખે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ILO ના રિપોર્ટ મુજબ 2016માં સપ્તાહમાં ઓછામાં ઓછા 55 કલાક કામ કરવાને કારણે 3 લાખ 98 હજાર લોકોના સ્ટ્રોકને કારણે અને 3 લાખ 47 હજાર લોકોના હદયરોગના હૂમલાને કારણે મોત થયા હતા.વર્ષ 2000 અને 2016 વચ્ચે જોવા મળ્યું કે વધારે સમય કામ કરવાને કારણે થતી મોતમાં 42 ટકા અને સ્ટ્રોકને કારણે થતી મોતમાં 19 ટકાનો વધારો થયો છે.

વધારે કામ કરવાને કારણે થઇ રહેલી બિમારીમાં પશ્ચિમી પ્રશાંત અને દક્ષિણી- પૂર્વ એશિયા ક્ષેત્રમાં રહેતા લોકો, મધ્યમ ઉંમર વાળા અને મોટી ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. જેમાં 72 ટકા મોત પુરુષોમાં જોવા મળી . મોટાભાગે 60 વર્ષથી 79 વર્ષ અને 45થી 74 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા વધારે હતી, જેમણે 55 કલાકથી વધારે સમય સુધી કામ કર્યુ હોય.

દુનિયામાં એક તરફ કામનો બોજ વધી રહ્યો છે તો બીજી તરફ બીમારિઓનું જોખમ પણ વધી રહ્યું છે. આ માનવ સ્વાસ્થ્ય માટે એક મનોવૈજ્ઞાનિક, સામાજિક અને વ્યાવસાયિક જોખમ જેવા કારણો તરફ સંકેત કરી રહ્યા છે. એની સીધી અસર લાંબા સમય સુધી કામ કરનારા લોકોના મગજ પર પડી શકે છે.

અભ્યાસમાં કહેવા મુજબ સપ્તાહમાં 35થી 40 કલાક કામ કરવાની સરખામણીએ સપ્તાહમાં 55 કલાક કે તેનાથી વધારે કામ કરવાને કારણે સ્ટ્રોકનું જોખમ 35 ટકાથી વધારે વધી જાય છે. અને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝથી મોતનું જોખમ 17 ટકા વધારે હોય છે.

નવું એનાલિસિસ ત્યારે બહાર આવ્યું જયારે કોવિડ-19 મહામારી દરમ્યાન કલાકો સુધી કામ કરવા પર પ્રકાશ પાડવામાં આવ્યો. અહેવાલમાં કહેવા મુજબ મહામારીમાં વધારે કલાકો કામ કરવાની પ્રવૃતિને વેગ મળી રહ્યો છે.