પત્નીએ પોલીસ અપશબ્દો કહી મહિલા કર્મીને લાફો માર્યો, પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી અને પછી..
16, જુન 2021

અમદાવાદ-

સાબરમતી એક યુવક અને તેની પત્ની એક કીટલી પર તોડફોડ કરતા હોવાનો મેસેજ સાબરમતી પોલીસને મળતા પોલીસે આ પતિ પત્નીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલી પત્નીએ પોલીસ તો લુખ્ખી છે તેમ કહી એક મહિલા પોલીસ કર્મીને લાફો મારી જોઈલેવાની ધમકી આપી હતી. આ અંગે સાબરમતી પોલીસે પતિ પત્નીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ બળવંતભાઈ ડ્યુટી પર હાજર હતા ત્યારે કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હદતો કે, ચાની કિટલી પર બે અસામાજિક તત્વો તોડફોડવ કરી રહ્યા છે. જેથી એએસઆઈ સહીત તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સોનુ નામના વ્યક્તિની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે સોનુના પિતાજીની બે દુકાન છે. જેમાં એક દુકાનનું ભાડુ તે અને બીજી દુકાનનું ભાડુ તેનો ભાઈ લે છે. આ બાબતે અવાર નવાર ભાઈ ઝઘડો કરતો રહે છે. જેથી સોનુનો ભાઈ મોન્ટુ કિટલી પર આવી ઝઘડો કરી કીટલી પર તોડફોડ કરી હતી. જેથી પોલીસે મોન્ટુ અને તેની પત્નીને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી ત્યારે મોન્ટુ ની પત્ની પોલીસ તો લુખ્ખી છે કહીને પોલીસ સાથે ઘર્ષણ કરી એક મહિલા પોલીસકર્મીને લાફો મારી દીધો હતો અને બહાર આવીને બતાવ કેવો પોલીસ છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. જેથી પોલીસે મોન્ટુ અને તેની પત્નીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution