સુરત-

ગુજરાતમાં એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુ ઉઘની ગોળીઓ લેતા પહેલા તેની માતા અને બહેનને ડ્રગ્સનું ઇન્જેક્શન આપીને હત્યા કરી હતી. જ્યારે આરોપી બચી ગઇ હતી. મળતી માહિતી મુજબ ડો. દર્શના પ્રજાપતિએ શનિવારે રાત્રે કટગ્રામ વિસ્તારમાં તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનીને ડ્રગ્સનું ઇન્જેક્શન આપી દીધું હતુ, જેના કારણે રવિવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું. મહિલા ડોક્ટરે માતા અને બહેનને ઇન્જેક્શન આપ્યા બાદ પોતે પણ ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી. હાલમાં તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડી-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે, "મંજુલાબેન અને ફાલ્ગુની બંનેનું મૃત્યુ ડ્રગ ઓવરડોઝને કારણે થયું હતું, જ્યારે ડો. દર્શના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. ગુજરાતના સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ડોક્ટરે પોતાના જીવનથી કંટાળી પોતાની મતાની અને બહેનની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.