માછીમારોને છોડાવવા સમાજની મહિલાઓ મેદાનમાં આંદોલનની ચીમકી
12, ઓક્ટોબર 2021

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના ૩૫૦ થી વધુ પાક જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. ટુંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવા નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આજે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરી આગળ પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ હતી. સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ૪ -૪ વર્ષથી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમછતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે. મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. અને એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને ‘મોદી સરકાર મદદ કરો’ ના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. અને ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ.બીજી તરફ માછીમાર પરિવારની મહિલાઓ આક્રોશ પણ યોગ્ય તેવું લાગી રહ્યું કારણ કે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના ૫૦૦ થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારો બે-બે વર્ષ થયા છે. તો અનેક ને ૩ -૪ વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારોના પરિજનો પ્રતીક્ષા ખોટી હોવી તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ઘણા લોકોના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. ઘણાને પોતાના બાળકોના અભ્યાસને લઈ ચિંતા છે. પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃધ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલ માંથી મુક્ત થઈ ઘરે આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી પાંચ સૌથી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાંથી ૩૫૦ તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે. છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં માછીમારો ન છુટતા મહિલાઓમાં રોષ સાથે વેદના જાેવા મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution