ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વં શ્રેષ્ઠ ‘કની રિપ્લેશમેન્ટના’ રોબોટનું લોન્ચિંગ કરાયું
17, જાન્યુઆરી 2021

અમદાવાદ-

ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વં શ્રેષ્ઠ કહેવાતા ‘કની રિપ્લેશમેન્ટના’ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જાઉં પડતું હોય છે. તેમજ ખર્ચો પણ વધુ થતો હોય છે. પરંતુ હવે દર્દીઓની સારવારને મૂંઝવતો પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. કારણ કે, અમદાવાદમાં જ અદ્યતન ટેક્નોલોજી ધરાવતા રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ રોબોટના કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે. ઘૂંટણના ઓપરેશન સમયે હાડકામાં ઘસારો થતો હોય છે. પરંતુ આ રોબોટિક ટેક્લોનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હાડકાનો ઘસારો નહીંવત્ત થાય છે. એટલું જ નહિ પરંતુ રોબોટ થાકી ઓપરેશન કરાવ્યા બાદ દર્દીની રિકવરી ઝડપી થતી હોય સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવે છે.

અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડૉ.અલ્પેશ પટેલ આ રોબોટ વિષે વધુમાં જણાવે છે કે, ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત,પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પ્રિત છે. ત્રિશા મલ્ટીપલ્સપેસિયાલીટી હોસ્પિટલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે માટે નવી ટેક્નોલોજી અપનાવવા ખુબ ઉત્સુક છે. અને ઘરોબોટિક ટેક્નોલોજી એ ઘૂંટણના સાંધા બદલવામાં એક આધુનિક પદ્ધતિ છે. જુદા જુદા પ્રકારના ઘૂંટણના ઘસારા હોય છે. ઘૂંટણના ઘસારાના કારણે દર્દીઓને અસહ્ય દર્દ થતું હોય છે. દર્દીઓના ઘૂંટણની સારવારના પણ પ્રકારો હોય છે. ઘસારાના શરૂઆતના તબક્કામાં દવા, જીવનશૈલી બદલવી જેમકે નીચે બેસાય નહિ, પલાંઠી વાળવી નહીં, સિડી ચડ-ઉત્તર ના કરવી વગેરે બાબતો બદલાવી પડતી હોય છે. દુખાવાની ગોળીઓથી ઘસારો મટતો નથી. ઘૂંટણમાં વધુ ઘસારો હોવાના કારણે તેનું ફરજીયાત ઓપરેશન કરાવું પડતું હોય છે.

જેમાં રોબોટિક ‘ની રિપ્લેશમેન્ટની’ પદ્ધતિને સર્વ શ્રેઠ માનવામાં આવે છે. કારણ કે, રોબોટની મદદથી કરવામાં આવતા ઓપરેશનના કારણે દર્દીઓને મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવતું હોય છે. અને દર્દીઓને રિકવરી પણ ઝડપી થતી હોય છે. પહેલા ઘૂંટણના સાંધાનું ઓપરેશન ડોક્ટરના અનુભવ અને અનુમાન ના આધારે કરવામાં આવતું હતું. ટેક્નોલોજીના અભાવના કારણે ક્યારેક દર્દીઓને મુશ્કેલીઓ પણ પડતી હોય છે. પરંતુ 100% રિઝલ્ટ દર્દીઓને મળી રહે તે માટે ડૉ અલ્પેશ પટેલ દ્વારા અદ્યતન ટેક્નોલોજી વાળા રોબોટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ રોબોટના લાભથી અનેક દર્દીઓને ઘૂંટણના સાંધા બદલાવવા મહત્તમ ચોકસાઈ સાથે સારવાર મળશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution