વલસાડ,  વલસાડ નજીકના ગોરવાડા ગામના અનાવિલ પરિવારના યુવાન ૨૨ વર્ષીય યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની વલસાડ જ નહીં દેશ નું ગૌરવ વધાર્યું છે. એક વર્ષમાં તેણે ૧ હજાર કિમીની મુસાફરી પુર્ણ કરી  દીધી છે. વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો પુત્ર સનીની અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં માત્ર સહાયક પાયલોટ તરીકે જ નહી, પરંતુ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઇ છે. આટલી ઉમરે તેણે સિદ્ધ કરેલા આ શિખર અનાવિલ સમાજનું જ નહી, પરંતુ વલસાડનું ગૌરવ વધાર્યું છે. સની હાલ ૮૫ પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર ૧૭૫ પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે ૨૫૦૦ કલાકના ઉડાન બાદ કેપ્ટન બની જશે એવું તેના પિતા તુષાર નાયકે જણાવ્યું હતુ. સનીના પાયલોટ બન્યા બાદ તેણે પ્રથમ ઉડાન પીટ્‌સબર્ગથી બોસ્ટન સુધીની ભરી હતી. એ સમયે તેના માતા શ્રદ્ધાબેન અને પિતા તુષાર ભાઇ પણ તેમની સાથે ઉડાનમાં હતા. સની આગામી ટુંક જ સમયમાં કેપ્ટન બને એવી વલસાડ ના લોકો શુભેચ્છા આપી રહ્યા છે.